સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નાશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભેસ્તાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહક મોકલી
.
સુરત શહેરમાં અનેક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ કોડિંગ તથા ટેબલેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય આ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રાધે રાખીને બેસ્તાનના એક મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરી હતી.
ભેસ્તાન જીઆવો બુડીયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી ઓપરેશન ગ્રુપને મળી હતી. એસઓજીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમીન પટેલને સાથે રાખીને દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વર નગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત થવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરી રહ્યા હતા.CODEINE OHOSPHATE નામની સીરપ છ બોટલ તથા નશાકારક ટેબલેટ SPASMO PROXYVON PLUS 32 મળી 1500 રૂપિયાના દવાઓ જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.