દુબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોત્ઝી વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરી છે. તેની મેચ ફીમાં 50%નો ઘટાડો કર્યો છે, જ્યારે એક ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે.
24 વર્ષીય કોત્ઝીએ શુક્રવાર, 15 નવેમ્બરે જોહાનિસબર્ગમાં ભારત સામેની ચોથી T20 દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે, ભારતીય ઇનિંગ્સની 15મી ઓવરમાં ફિલ્ડ અમ્પાયરે તેનો બોલ વાઈડ જાહેર કર્યો હતો.
કોત્ઝી ઉપરાંત ICCએ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ અને ઓમાનના ફાસ્ટ બોલર સુફયાન મહમૂદને પણ દંડ ફટકાર્યો છે.
ICCએ આ પોસ્ટથી કોત્ઝી, એડવર્ડ્સ અને મહેમૂદ વિરુદ્ધ કાર્યવાહીની જાણકારી આપી હતી.
રેફરીએ ઠપકો પણ આપ્યો આ ઘટના બાદ કોત્ઝીએ મેચ રેફરીની સામે પોતાની ભૂલ સ્વીકારી અને સજા પણ સ્વીકારી. આમાં તેને સત્તાવાર ઠપકો પણ મળ્યો છે. ભારતીય ટીમે આ મેચ 135 રને જીતીને 4 મેચની T-30 સિરીઝમાં 3-1થી જીત મેળવી હતી.
છેલ્લી મેચમાં કોત્ઝી માટે મોંઘી સાબિત થઈ હતી. તેણે 4 ઓવરના ક્વોટામાં 42 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી.
નેધરલેન્ડ્સ-ઓમાન મેચ: 2 ખેલાડીઓને દંડ નેધરલેન્ડ્સ-ઓમાન ત્રીજી T20 અલ અમીરાતમાં રમાઈ હતી. આ મેચમાં ભાગ લઈ રહેલા બે ખેલાડીઓને બે અલગ-અલગ કેસમાં દંડ ફટકાર્યો હતો. બંને ઘટના નેધરલેન્ડ્સની ઇનિંગ દરમિયાન બની હતી.
આગળના 2 મુદ્દામાં શું થયું તે જાણો…
- એડવર્ડ્સે અમ્પાયરને બેટ બતાવ્યું નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને કલમ 2.8 અને 2.2 માટે દોષિત ઠેરવ્યો હતો. LBW આઉટ થયા બાદ એડવર્ડ્સ અમ્પાયરને બેટ બતાવતો જોવા મળ્યો હતો. જ્યારે તે ડગઆઉટમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે તેનું બેટ અને ગ્લોવ્ઝ ડગઆઉટમાં ફેંકી દીધા, જ્યાં તેને બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા. તેના પર મેચ ફીના 10% દંડ પણ ફટકાર્યો હતો.
- મહેમૂદે બેટર્સને બહાર જવાનો સંકેત આપ્યો ઓમાનના ફાસ્ટ બોલર સુફયાન મહમૂદે ડચ બેટર તેજા ન્દામાનુરુને આઉટ કર્યો અને તેને મેદાન છોડવાનો સંકેત આપતો જોવા મળ્યો. બંને ખેલાડીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને મેચ રેફરી નિયામુર રશીદને કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નહોતી. નેધરલેન્ડ્સે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
T-20 ક્રિકેટ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમમાં શમી
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમમાં સમાવેશ કર્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ, શમી લગભગ એક વર્ષ પછી રણજી ટ્રોફીમાં મેદાન પર પરત ફર્યો હતો. આ ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બંગાળની પ્રથમ મેચ પંજાબ સામે થશે. સંપૂર્ણ સમાચાર વાંચો…