ટેલ અવીવ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝાના બાળકોની આ તસવીર ઇઝરાયલની સેના દ્વારા જાહેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ કોઈ સમર કેમ્પની તસવીર છે.
7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં, આતંકવાદીઓ ગાઝાના પેલેસ્ટિનિયન બાળકોનો દુરઉપયોગ કરી રહ્યા છે. અગાઉ પણ આ આક્ષેપો થયા છે. જો કે, પ્રથમ વખત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ તેના વીડિયો અને ફોટા જાહેર કર્યા છે.
IDFનો દાવો છે કે 170થી વધુ બાળકોને ઇઝરાયલની સેના વિરુદ્ધ અલગ-અલગ મોરચે તહેનાત કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાકની ઓળખ પણ થઈ ગઈ છે. જો કે, આ ઓળખ જાહેર કરવામાં આવશે નહીં.
IDF અનુસાર, હમાસ આતંકવાદીઓ તેમની ઓળખ છુપાવી રહ્યા છે અને બાળકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપી રહ્યા છે. આ તાલીમમાં રોકેટ લોન્ચરનો ઉપયોગ પણ સામેલ છે.
બાળકોને હથિયારોની તાલીમ
- IDF અનુસાર, હમાસ આતંકવાદીઓ તેમની ઓળખ છુપાવી રહ્યા છે અને બાળકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપી રહ્યા છે. આ તાલીમમાં રોકેટ લોન્ચરનો ઉપયોગ પણ સામેલ છે, જે ક્યારેક ફાયરિંગ કરનાર વ્યક્તિ માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. IDF દ્વારા જે બાળકોના તાલીમના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સેમી-ઓટોમેટિક બંદૂકો સાથે પણ દેખાય છે.
- IDFએ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા જાહેર કર્યા છે. કેપ્શનમાં લખ્યું- આતંકવાદ કોઈ જન્મથી શીખતું નથી. તેને શીખવવામાં આવે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હમાસના આતંકીઓ બાળકો સાથે ટનલમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના હાથમાં હથિયાર છે.
- ઇઝરાયલની સેનાએ કહ્યું- આ યુદ્ધમાં હમાસે બાળકોને ફ્રન્ટ લાઇન પર ધકેલી દીધા છે. હમાસના આતંકવાદીઓ પોતાનો જીવ બચાવવા માટે આશ્રયસ્થાનોમાં છુપાયા છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકોના હાથમાં રોકેટ લોન્ચર જેવા હથિયારો છે અને તે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ઇઝરાયલની આર્મીના જણાવ્યા અનુસાર ગાઝાના બાળકો સમર કેમ્પમાં હથિયારોનો ઉપયોગ કરવાનું શીખે છે. ઇઝરાયલના નાગરિકો અને સૈનિકોને અપહરણની યુક્તિઓ શીખવવામાં આવે છે.
શાળાઓમાં આતંકવાદના પાઠ
- ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે ગાઝાની શાળાઓમાં ઈઝરાયલ અને યહૂદીઓ પ્રત્યે નફરત શીખવવામાં આવે છે અને તેની પાસે આના સેંકડો પુરાવા છે. કેટલી નવાઈની વાત છે કે ઈઝરાયલના અને યહુદી નાગરિકોની હત્યાને ન્યાય કહેવાય.
- ઇઝરાયલના એક ટોચના આર્મી ઓફિસરે ફોક્સ ન્યૂઝ ચેનલને જણાવ્યું – અમે અમારા બાળકોને સમર કેમ્પમાં એવી પ્રવૃત્તિઓ શીખવા માટે મોકલીએ છીએ જે તેમનું જીવન સુધારે છે. ગાઝાના બાળકો ત્યાં શસ્ત્રોનો ઉપયોગ કરવાનું શીખે છે. આતંકવાદ અને નફરતના પાઠ ભણે છે. ઇઝરાયલના નાગરિકો અને સૈનિકોને અપહરણની યુક્તિઓ શીખવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હમાસના ઈન્ટેલિજન્સ અને ઓપરેશન હેડક્વાર્ટરમાંથી બાળકોની ટ્રેનિંગના વીડિયો અને તસવીરો મળી આવી છે.
ખાન યુનિસ પાસેથી મળી આવેલ ફોટો-વિડિયો
- ઇઝરાયલની સેનાએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે તેણે ગાઝાના કયા વિસ્તારમાંથી આ વીડિયો અને ફોટા મેળવ્યા છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ તમામ સામગ્રી ખાન યુનિસ વિસ્તારમાં હમાસના ઈન્ટેલિજન્સ અને ઓપરેશન હેડક્વાર્ટરમાંથી મળી આવી હતી. જે બાળકો મજબુત બાંધાના હતા તેમને બોમ્બ અને હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી હતી.
- એક ખતરનાક ઘટસ્ફોટ એ છે કે હમાસના આતંકવાદીઓ હજુ પણ ગાઝામાં ટનલ અથવા અન્ય શલટર્સમાં છુપાયેલા છે અને બાળકોનો ઉપયોગ વિસ્ફોટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.
- જેમાં 170 બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમાંથી મોટાભાગનાની ઓળખ થઈ ગઈ છે. જો કે, તેમની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં કારણ કે તેનાથી તેમને જોખમ થઈ શકે છે.
ગાઝાના બાળકોને શીખવવામાં આવે છે કે ઇઝરાયલ અને યહૂદીઓની હત્યા યોગ્ય છે. તેમને હમાસના ટોપ લીડરશિપના ભાષણો સંભળાવવામાં આવે છે.