ગાંધીનગર વિધાનસભાના સામાન્ય વિભાગમાં ઝેરોક્ષ ઓપરેટર તરીકે નોકરી કરતો કર્મચારી ચાર વર્ષ અગાઉ વિધાનસભા સંકુલનાં પાર્કિંગમાં દારૂ પીધેલ હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જે કેસ ગાંધીનગરનાં સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને
.
ગાંધીનગર વિધાનસભા સંકુલનાં પાર્કિંગમાં ચાર વર્ષ અગાઉ દારૂ પીધેલ હાલતમાં પકડાયેલ કર્મચારીને કોર્ટે ત્રણ મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. વર્ષ 2021 માં ગાંધીનગર વિધાનસભા સંકુલનાં પાર્કિંગમાંથી મહેન્દ્ર સદાશિવ બ્રાહ્મણ (રહે. ચીલોડા) દારૂ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસમાં મહેન્દ્ર વિધાનસભાના સામાન્ય વિભાગમાં ઝેરોક્ષ ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તેનું બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ મામલે પોલીસે જરૂરી તપાસના અંતે ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
જે કેસ ગાંધીનગરના સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એકતા કંવર ચંદ્રાવત સમક્ષ ચાલી જતાં સરકાર તરફે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એચ.પી. ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત હતી કે, આરોપીએ કરેલા કૃત્ય બદલ સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા આપવી જોઈએ. જેના પગલે સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટટે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ મહિના ની કેદ અને 1 એક હજાર દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.