રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે ધ્રાંગધ્રા એપીએમસીમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી માટે અલગ અલગ કેન્દ્ર પર શરૂ કરવામાં આવી છે ત્યા
.
જેમાં તાલુકાના ખેડૂતો રજીસ્ટ્રેશન કરીને આ મગફળીનું વેચાણ કરી શકે છે. જેમા સરકાર દ્વારા 1356 રૂપિયાના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવાયુ છે. ત્યારે ખેડૂતો પોતાની મગફળીનો પાક નજીકના કેન્દ્ર ઉપર જઈને વેચાણ કરી શકે છે. ખેડૂતોને મગફળીના ભાવ 1356 રૂપિયા એક મણનો આપવામાં આવે છે. અને પ્રત્યેક ખેડૂત 200 મણ મગફળીનું વેચાણ કરી શકે છે. અને રોજના એકસો જેટલા ખેડૂતોની મગફળી લેવામાં આવી રહી છે.
તેમજ ધ્રાંગધ્રા એપીએમસી ખાતે ખેડૂતો યોગ્ય રીતે મગફળી વેચાણ કરી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા એપીએમસી દ્વારા કરવામાં આવી છે. દરરોજ ખેડૂતોને ફોન અને મેસેજથી જાણ કરીને વેરીફીકેશન કરીને ખેડૂતો પાસેથી મગફળી મંગાવવામાં આવે છે. ધાંગધ્રા વિસ્તાર તેમજ આસપાસના ગામડાના ખેડૂતોને ધ્રાંગધ્રા એપીએમસીમાં મગફળી વેચવા આવતા હોય છે. ધાંગધ્રા એપીએમસીમાં ખરીદી તથા આસપાસના ઘર આંગણે ખેડૂતોને સમયનો અને સ્થળ પરથી એપીએમસી જવાનું અંતર પણ ઘટતા આર્થિક રીતે પણ ઘણો ફાયદો થયો છે.
અગાઉ હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જવું પડતું હોવાથી ત્યાં જવા માટે સમય વધુ થતો ઉપરાંત ત્યાં ગયા પછી વારો આવે તેટલી વાર લાગતી અને પૂરતા ભાવ પણ મળતા નહોતા. અહીંયા સરકાર દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવથી ખરીદી કરી રહ્યા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખરીદી માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સાચું તોલમાપ તેમજ મજૂરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મગફળી ખરીદી ચાલુ કરાતા ખેડૂતો ખુશ થયા હતા.