ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને કુલ 30,504 MCFT પાણી ફાળવાશે
.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30 હજાર 504 MCFT પાણી ફાળવાશે. આ નિર્ણયથી 60 હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઇનો લાભ મળશે.
ખ્યાતિકાંડના ફરાર આરોપીઓના ઘરેથી દારૂ મળ્યો
અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરમાંથી મોંઘીદાટ દારૂની બોટલો મળી આવી. ખ્યાતિકાંડમાં ફરાર આરોપી કાર્તિક પટેલના ઘરમાંથી પોકર ગેમ્બિલિંગના કોઈન પણ મળી આવ્યા. આ તરફ ખ્યાતિ હોસ્પિટલમાં ઑપરેશન કરી બેનો જીવ લેનાર ડૉકટર પ્રંશાત વઝીરાણીના 25મી નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરાયા.
5 હજાર જેટલી બ્લડ સેમ્પલની ટ્યૂબ મળતાં ખળભળાટ
બારડોલીના ભામૈયા ગામેથી 5 હજાર જેટલી બ્લડ સેમ્પલની ટ્યૂબ મળતાં ખળભળાટ મચી ગયો. જાહેર માર્ગ પર જ આ આ બ્લડના સેમ્પલો મોટી માત્રામાં પડેલા જોવા મળ્યા. આ બ્લડ સેમ્પલ્સ ક્યાંથી આવ્યા, વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
પોલીસ કર્મચારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. એક પરિણીત મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. મહિલાનો આરોપ છે કે, યશપાલે તેણી સાથે સાત મહિના સુધી શરીરસુખ માણ્યું છે. ફરિયાદ બાદ પોલીસ તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠમાં યુવકની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું
અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા કરનારા આરોપીઓ હાથમાં હાથકડી સાથે લંગડાતાં-લંગડાતાં ઘટનાસ્થળે પહોંચ્યા. આરોપીઓએ હાથ જોડી માફી માગી. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું.
ડિજિટલ એરેસ્ટ, રાજસ્થાનથી ત્રણ દબોચાયા
અમદાવાદના સિનિયર સીટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવનાર રાજસ્થાનની ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા. આરોપીઓએ માયાજાળ રચીને સિનિયર સિટીઝન પાસેથી કરોડોની રકમ પડાવી લીધી હતી. પોલીસનો સંપર્ક સાધતા સિનિયર સિટિઝનની 70 ટકા સુધીની રકમ પણ રિકવર થઈ છે.
કુતરાઓના કારણે બાઈક ચાલક યુવકનું મોત થયું
રાજકોટમાં કુતરાઓના કારણે બાઈક ચાલક યુવકનું મોત થયું. કુતરાને ટોળાએ બાઈકચાલક પાછળ દોટ મૂકતાં તેણે બાઈક સ્પીડમાં હંકારી. આ દરમિયાન બાઈક કાર સાથે અથડાયા બાદ યુવક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો. આ ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા.