મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વાઇઝ રેશન કાર્ડના E KYCની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 11 વોર્ડ માટે 6 દિવસ વિવિધ વોર્ડમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સાથે જ કચેરી અને સિવિક સેન્ટરમાં પણ E-KYCની કામગીરી શનિવાર અને રવિવારની રાજાઓમાં પણ ચ
.
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં શહેરી લોકોના રેશન કાર્ડમાં E KYCની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડી હતી. જેમાં પાલિકા કચેરી અને ટીબી રોડ પરના સિવિક સેન્ટરમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે તમામ શહેરી જનોને તેમના વોર્ડમાં જ E KYCની કામગીરી માટે સેવા મળી રહે માટે તંત્રએ કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. જેમાં શહેરના વિવિધ વોર્ડમાં શુક્રવાર થી રવિવાર સુધી કુલ 2 સપ્તાહમાં 6 દિવસ E KYC માટે કેમ્પ યોજવામાં આવનાર છે. સાથે જ નગરપાલિકા કચેરી અને ટીબી રોડ પરના સિવિક સેન્ટરમાં પણ રજાના દિવસોમાં રેશનકાર્ડના E KYCની કામગીરી ચાલુ રાખવાનું આયોજન કરાયું હતું.
E-kyc માટે હાલમાં મહેસાણામા લાંબી કતારો જોવા મળે છે. ત્યારે બીજી બાજુ અરજદાર વહેલી સવારથી પોતાના ડોક્યુમેન્ટ સાથે મહેસાણા મામલતદાર કચેરીમાં આધાર અપડેટ, ઇ કે વાય સી સહિતના કામો માટે લાઈનોમાં જોવા મળે છે. ત્યારે મહેસાણા નગરપાલિકા દ્વારા આજથી વાર પ્રમાણે અલગ અલગ જગ્યાએ શહેરમાં E KYCની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે જણાવ્યાં પ્રમાણે તારીખ અને એડ્રેસ મુજબ કામગીરી થશે
વોર્ડ નંબર 1-2 માં 22મી શુક્રવાર (નવે.)
-બાલમંદિર મગપરા વિસ્તાર
-રામદેવપીર મંદિર જીઈબી પાછળ
વોર્ડ નંબર 3-4 મા 23 મી શનિવાર (નવે)
-ન્યુ કોમલેક્સ, આશ્રમ ચોકડી
– પટવાપોળ વોર્ડ ઓફિસ
વોર્ડ નંબર 5-6માં 24 મી રવિવાર (નવે.)
-દ્વારકાપુરી ફલેટ વોર્ડ ઓફિસ
-મહાશક્તિ ગ્રાઉન્ડ લાઈવબ્રેરી
વોર્ડ નંબર 7-8 મા 29 મી શુક્રવાર
-મહાદેવનું મંદિર, ગ્રીનપાર્કના નાકે, ટહુકો પાર્ટી પ્લોટના નામે
-આંગણવાડી વાળીનાથ ચોક, નાગલપુર
૩૦મી શનિવાર (નવે. )
વોર્ડ નંબર 9-10 માં 30મી શનિવાર
-મ્યુનિસિપલ સભ્ય જનક બ્રહ્મભટ્ટના કાર્યાલય ખાતે આશીર્વાદ ફ્લેટની નીચે ટીબી રોડ
-અર્બન હેલ્થ સેન્ટર લાખવાડી ભાગોળા
વોર્ડ નંબર 11 (પહેલી ડિસે.) રવિવાર
-અર્બન હેલ્થ સેન્ટર લાખોડી ભાગોળ
-ભીમનાથ મહાદેવ પરાવિસ્તાર પરા ઊંડીફળી આંગણવાડી