31 મિનિટ પેહલાલેખક: શશાંક શુક્લ
- કૉપી લિંક
શિયાળાની શરૂઆત પહેલા જ, આપમે શોપિંગ મોલ્સ, ઓનલાઈન સ્ટોર્સ અથવા નજીકના રિટેલ આઉટલેટ્સમાંથી સારા અને સ્ટાઇલિશ કપડાં ખરીદીએ છીએ. આ કપડાં સારા લાગે છે, ગુણવત્તા પણ સારી લાગે છે. આ બધું હોવા છતાં, તે શિયાળાના અંત પહેલા જ ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તો બીજી તરફ આપણા ઘણા મિત્રોના જૂનાં કપડાં પણ વર્ષો સુધી નવા જેવા જ રહે છે.
આપણે વિચારીએ છીએ કે આપણાં કપડાં બ્રાન્ડેડ છે, ઓથેન્ટિક સ્ટોર્સમાંથી ખરીદ્યાં છે, તો પછી શા માટે બગડી રહ્યા છે? જો જાણીતી દુકાનમાંથી ખરીદવામાં આવે છે, તો તેના વિશે ફરિયાદ કરીએ છીએ અથવા કંપની સામે નારાજગી વ્યક્ત કરીએ છીએ પરંતુ હકીકતમાં દોષ આપણો પોતાનો છે.
આવી સ્થિતિમાં આજે આપણે કામના સમાચારમાં જાણીશું કે-
- કઈ ભૂલોને કારણે શિયાળાના કપડાં બગડે છે?
- તેને જાળવવાની સાચી રીત કઈ છે?
પ્રશ્ન: શિયાળાનાં કપડાં કેમ બગડે છે? જવાબ- શિયાળાના કપડાં ઊન અને ફર જેવી નાજુક સામગ્રીમાંથી બને છે. આવા કપડાં ભેજને શોષી લે છે, જેનાથી ફૂગ અને દુર્ગંધ જેવી સમસ્યા થઈ શકે છે. જંતુઓ તેમના રેસાને નુકસાન પહોંચાડી શકે છે. આ કપડાંને સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવા જોઈએ અને નેપ્થાલિન બોલનો ઉપયોગ કરવો જોઈએ.
અયોગ્ય રીતે ધોવા અથવા તેને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવાને કારણે ગરમ કપડાં ઝડપથી બગડી શકે છે. જ્યારે ગરમ પાણીમાં ધોવામાં આવે ત્યારે ઊની કપડાં સંકોચાઈ જાય છે અને નરમાઈ ગુમાવે છે. વારંવાર પહેરવાથી તેમની ગુણવત્તા પણ બગડે છે.
ચાલો આને ગ્રાફિકલી સમજીએ.
ચાલો ગ્રાફિકના મુદ્દાઓને વિગતવાર સમજીએ.
ધોવાની ખોટી રીત શિયાળાના ગરમ કપડાં સામાન્ય રીતે ઊન, શણ, રેશમ, ચામડું અને પ્રાણીની ફર જેવી નાજુક સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, તેમને ધોવાની પદ્ધતિઓ પણ અલગ છે. પરંતુ આપણે આ કપડાંને સામાન્ય ડિટર્જન્ટથી પણ ધોઈએ છીએ જેના કારણે તે તેમની ચમક ગુમાવે છે.
અનિયમિત સફાઈ શિયાળામાં પરસેવો ન આવવાને કારણે કપડાં ઘણીવાર ગંદા નથી લાગતા. આવી સ્થિતિમાં, ઘણા લોકો નિયમિતપણે કપડાં ધોતા નથી, જ્યારે ધૂળ અને ગંદકી સતત જમા થવાને કારણે, તેમની ગુણવત્તા થોડા દિવસોમાં બગડવા લાગે છે.
બધાં કપડાં એકસાથે મશીન અથવા ટબમાં નાખવાં આપણામાંના ઘણા બધા કપડા એક સાથે વોશિંગ મશીન કે ટબમાં મૂકી દે છે. હકીકતમાં વિવિધ કાપડનો ઉપયોગ કરીને બનાવેલા કપડાંને ધોવા અને જાળવણીની વિવિધ પદ્ધતિઓની જરૂર પડે છે.
વોશિંગ મશીનમાં લાંબો સમય તેઓ વોશિંગ મશીનમાં કપડાં નાખે છે અને લાંબા સમય સુધી તેને છોડીને અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે. આ કારણે પણ કપડાં ઝડપથી બગડી જાય છે અને તેનો રંગ પણ ફિક્કો પડી જાય છે.
ખોટી રીતે સ્ટોર કરીએ છીએ શિયાળો પૂરો થતાંની સાથે જ આપણે ઊની કપડાંને ભારે બોજ ગણવાનું શરૂ કરીએ છીએ અને તેમની સાથે ઓરમાયું વર્તન કરીએ છીએ. તેનો ઉપયોગ સમાપ્ત થાય છે, કે આપણે તેમને જેમ તેમ રીતે સુટકેસ, કબાટ અથવા બૉક્સમાં એક ખૂણા મૂકી દઈએ છીએ. આથી ધૂળ અને જંતુઓના કારણે,તેમાં છિદ્રોમાં ડાઘ થવા લાગે છે અને ગંધ બેસી જાય છે ભારે અને વારંવાર ઉપયોગ શિયાળામાં, લોકો વારંવાર તેમના મનપસંદ સ્વેટર અથવા જેકેટ પહેરે છે. વધુ પડતા અને સતત પહેરવાથી કપડાંનો રંગ ફિક્કો પડી જાય છે અને ખરાબ દેખાવા લાગે છે.
પ્રશ્ન- ગરમ કપડાંની કાળજી લેવાની સાચી રીત કઈ છે?
જવાબ- શિયાળાના કપડાંની કાળજી લેવા માટે આપણે ઘણી પદ્ધતિઓ અપનાવીએ છીએ અને પ્રયત્નો કરીએ છીએ, તેમ છતાં થોડા દિવસોમાં જ્યારે તેમની ચમક ગુમાવે છે ત્યારે આપણે ચિંતિત થઈએ છીએ. આવી સ્થિતિમાં આપણે સમજવું જોઈએ કે ઈરાદો સાચો હોઈ શકે છે, પરંતુ પદ્ધતિ ખોટી હોઈ શકે છે. ચાલો આપણે ગ્રાફિક દ્વારા નાજુક શિયાળાના કપડાંની સંભાળ રાખવાની સાચી રીત સમજીએ.
ચાલો હવે ગ્રાફિકમાં આપેલા મુદ્દાઓને વિગતવાર સમજીએ અને જાણીએ કે આ પદ્ધતિઓ કેવી રીતે અને કયા પ્રકારનાં કપડાં પર લાગુ કરી શકાય છે. ડ્રાય ક્લીન બ્લેઝર અને કોટ્સ: બ્લેઝર અને કોટ્સ જેવા કપડાં મોટાભાગે શિયાળાની ઋતુમાં ઔપચારિક અથવા બહારના વસ્ત્રો માટે હોય છે. આ નાજુક સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, સામાન્ય ધોવાથી તેમનો આકાર બગડી શકે છે અને રંગ ઝાંખો પડી શકે છે. આ ડ્રાય ક્લીન હોવું જોઈએ. ડ્રાય ક્લિનિંગ કપડાંને તેમના મૂળ સ્વરૂપમાં જાળવવામાં મદદ કરે છે. તે કપડાંને નુકસાન પહોંચાડ્યા વિના ગંદકી અને ડાઘ પણ દૂર કરે છે.
સ્પોટ ક્લિનિંગ કરોઃ કપડાના કોઈપણ ભાગ પર ડાઘ હોય તો આખો ડ્રેસ ધોવાને બદલે તે ભાગને તરત જ સાફ કરી લેવો જોઈએ. આ માટે તમે કોસ્ટિક સોડા ફ્રી સાબુ, ભીનું કપડું અથવા સ્પોન્જનો ઉપયોગ કરી શકો છો.
વૂલન કપડાંની સંભાળ: ઊની કપડાંમાં સ્થિતિસ્થાપકતા હોય છે અને તે અન્ય કપડાં કરતાં ભારે હોય છે, જ્યારે લટકાવવામાં આવે છે અને સૂકાય છે ત્યારે તે વિસ્તરે છે. આવી સ્થિતિમાં, તેમને પંખા નીચે અથવા છાંયડામાં ફેલાવીને સૂકવવા જોઈએ અને ફોલ્ડ કરીને રાખવા જોઈએ. વૂલન સ્વેટર, શાલ અને કોટ હંમેશા ફોલ્ડ કરીને સૂકી જગ્યાએ રાખવા જોઈએ.
સિલિકા જેલનો ઉપયોગ: જ્યારે પણ આપણે કોટ, જેકેટ, જૂતા ખરીદીએ છીએ ત્યારે બોક્સમાં સિલિકા જેલની નાની નાની કોથળીઓ જોવા મળે છે. આપણામાંના મોટાભાગના તેને ફેંકી દે છે. જ્યારે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તે ભેજને શોષી લે છે અને જંતુઓ અને ખરાબ ગંધના ફેલાવાને અટકાવે છે. કપડાંનો સંગ્રહ કરતી વખતે તેને તમારી સાથે રાખો અને ફ્રેશનર પણ રાખો.
ભેજ, સીધો સૂર્યપ્રકાશ અને અત્યંત ગરમ સ્થળોથી બચાવો: શિયાળાના કપડાં હંમેશા ભેજ, સીધો સૂર્યપ્રકાશ અને અત્યંત ગરમ સ્થળોથી દૂર રાખવા જોઈએ. કપડાં ભેજને કારણે સડી શકે છે અને સૂર્યપ્રકાશને કારણે તેનો રંગ ફિક્કો પડી શકે છે. કપડાંને ખૂબ ગરમ જગ્યાએ રાખવાથી સંકોચન થઈ શકે છે અને તેની ગુણવત્તા પર અસર થઈ શકે છે. તેમને હંમેશા ઠંડી, સૂકી અને હવાની અવરજવરવાળી જગ્યાએ સંગ્રહિત કરો.