- Gujarati News
- Sports
- Cricket
- Mallika Sagar Who Auctioned IPL 2025?, Net Worth 15 Million Dollars; Studied In America, 26 Years Of Experience
57 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉદી અરેબિયામાં પ્રથમ વખત IPLની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. IPL 2025 મેગા ઓક્શન અત્યારે જેદ્દાહમાં ચાલી રહ્યું છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાનું છે. જેદ્દાહમાં આ બે દિવસમાં 577 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થઈ જશે. આ વખતે હરાજીમાં હથોડી ચલાવતી મલ્લિકા સાગર ગયા વર્ષે પણ હરાજીમાં જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર, મલ્લિકા સાગરની નેટવર્થ $15 મિલિયન છે. તેમની પાસે 26 વર્ષનો અનુભવ છે. મલ્લિકા 2021માં પ્રો કબડ્ડી લીગના ઓક્શનમાં પણ સામેલ હતી. હવે તે WPL પછી IPLની પણ ઓક્શનીર બની ગઈ છે.
અમેરિકામાં અભ્યાસ કર્યો મલ્લિકા સાગર આર્ટ જગતની જાણીતી વ્યક્તિ છે. તેણીએ ઘણી આર્ટ ઓક્શન કંડક્ટની હરાજી કરી છે. દુબઈમાં યોજાયેલી છેલ્લી IPL હરાજી પણ મલ્લિકા સાગર દ્વારા જ હોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે પણ મલ્લિકા સાગર મેગા ઓક્શનમાં ખેલાડીઓની હરાજી કરી રહી છે.
મુંબઈના એક બિઝનેસ ફેમિલી સાથે છે સંબંધ તમને જણાવી દઈએ કે મલ્લિકાનો જન્મ મુંબઈમાં એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો. મલ્લિકાએ અમેરિકાના ફિલાડેલ્ફિયાની બ્રાયન મોર કોલેજમાંથી આર્ટ હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. તેણે વર્ષ 2001માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મલ્લિકા સાગરે માત્ર 26 વર્ષની ઉંમરે હરાજીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાથી પરત આવ્યા બાદ તે મુંબઈમાં રહે છે. તેણે ભારતની પ્રો કબડ્ડી લીગની હરાજીમાં પોતાની ઓળખ બનાવી હતી.
નેટવર્થ 15 મિલિયન ડોલર મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, સાગરની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર છે. મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગમાં સ્પોર્ટ્સ ઓક્શનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. PKLની આઠમી સિઝનમાં મલ્લિકા સાગર હરાજી કરનાર હતી. આ પછી તે ક્રિસ્ટીઝની પ્રથમ ભારતીય હરાજી કરનાર બની. મલ્લિકા પાસે 26 વર્ષનો અનુભવ છે.
મલ્લિકા સાગરે ચારુ શર્માનું સ્થાન લીધું નોંધનીય છે કે મલ્લિકા સાગરે IPLમાં ચારુ શર્માનું સ્થાન લીધું છે. આ પહેલા હ્યુ એડમ્સ IPL ઓક્શન 2023માં હરાજી દરમિયાન બેભાન થઈ ગયા હતા.જે બાદ થોડા સમય માટે હરાજી અટકાવી દેવામાં આવી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચારુ શર્મા દ્વારા હરાજીની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી હતી. જો કે, એ જ હરાજીના બીજા દિવસે એડમ્સ હરાજી કરવા માટે પાછા આવ્યા. અગાઉ 2008 થી 2018 સુધી રિચર્ડ મેડલી IPL હરાજીને હોસ્ટ કરતા હતા. રિચર્ડ મેડલી સરે આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ખેલાડી છે. હકીકતમાં 2019ની હરાજીમાં મેડલીના સ્થાને હ્યુ એડમ્સ ઓક્શનર હતા, પરંતુ આ વખતે મલ્લિકા સાગર IPL 2025 સીઝનમાં ઓક્શનીર તરીકે જોવા મળી છે.
મલ્લિકા ઘણા પ્રસંગોએ ઓક્શનીર બની છે મલ્લિકા સાગર હરાજી કરવાના ક્ષેત્રમાં નવો ચહેરો નથી. તે ઘણા મોટા ઓક્શનમાં ઓક્શનીરની ભૂમિકામાં જોવા મળી છે. જેમાં વર્ષ 2021માં પ્રો કબડ્ડી લીગની હરાજી અને ગયા વર્ષે વુમન્સ પ્રીમિયર લીગની હરાજીનો સમાવેશ થાય છે. મલ્લિકા સાગર લગભગ બે દાયકાથી આ પ્રોફેશનમાં છે. જોકે, ગત સિઝનમાં વુમન્સ પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે તેણે રિચર્ડ મેડલી, ચારુ શર્મા અને હ્યુજ એડમન્ડ્સ જેવા જૂના IPL ઓક્શનીરના વીડિયો જોઈને પ્રેક્ટિસ કરી હતી. હવે તે WPL પછી IPLમાં પણ ઓક્શનીર બની ગઈ છે.