- Gujarati News
- Sports
- Cricket
- Jasprit Bumrah; India Vs Australia Perth Test Day 4 LIVE Score Update; Virat Kohli | Yashasvi Jaiswal | Harshit Rana | Mohmmad Siraj | Pat Cummins
સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ (161 રન) અને વિરાટ કોહલી (100*)ની મદદથી 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આજે મેચનો ચોથો દિવસ છે અને પ્રથમ સેશન ચાલી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી દીધી છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે.
ઉસ્માન ખ્વાજા 4 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રવિવારે, માર્નસ લાબુશેન 3, કેપ્ટન પેટ કમિન્સ 2 અને નાથન મેકસ્વીની ખાતા વગર આઉટ થયા હતા. બુમરાહ અને સિરાજે 2-2 વિકેટ લીધી છે.
ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.
લાઈવ અપડેટ્સ
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિરાજે ખ્વાજાને પેવેલિયન મોકલ્યો, ટૉપ-4 કાંગારુ બેટર્સ આઉટ
આઉટ થયા બાદ ઉસ્માન ખ્વાજાનું રિએક્શન. તે માત્ર 4 રન બનાવી શક્યો હતો.
મોહમ્મદ સિરાજે કાંગારૂઓને ચોથો ઝટકો આપ્યો છે. તેણે દિવસની પોતાની પ્રથમ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજા 4 રન બનાવીને આઉટ થયો હતો.
46 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાંગારુઓ સામે ટીમ ઈન્ડિયાનો ઘોડો WINમાં
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં અણનમ 100 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ સૌથી વધુ ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો છે. કોહલી અને યશસ્વી જયસ્વાલ (161 રન)ની સદીના આધારે ભારતે 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોહલીએ ડોન બ્રેડમેનને પાછળ છોડ્યો, ઓસ્ટ્રેલિયામાં સાતમી ટેસ્ટ સેન્ચુરી ફટકારી
વિરાટ કોહલી 100 રને અણનમ પરત ફર્યો હતો. કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી. તેણે સૌથી વધુ ટેસ્ટ સદીઓના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત તેણે 81મી ઈન્ટરનેશનલ અને ઓસ્ટ્રેલિયામાં સાતમી સેન્ચુરી ફટકારી છે. તો પર્થમાં તેની આ બીજી સદી છે. તેણે 2018માં પણ પર્થમાં 123 રનની ઇનિંગ રમી હતી.
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં પહેલી જ મેચમાં સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે જોશ હેઝલવુડની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં તેની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારી છે. યશસ્વીની સિક્સર સાથે 2 રેકોર્ડ બનાવ્યા…
- ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સેન્ચુરી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કરે 1977માં અને એસ જયસિમ્હાએ 1968માં આ સિદ્ધિ મેળવી હતી.
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
યશસ્વી-રાહુલની રેકોર્ડ પાર્ટનરશિપ
51 મિનિટ પેહલા
- કૉપી લિંક
પર્થ ટેસ્ટના બીજા દિવસે ભારત 218 રનથી આગળ, યશસ્વી-રાહુલ અણનમ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 218 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે શનિવારે બીજા દિવસની રમત પૂરી થવા સુધી બીજા દાવમાં વિના વિકેટે 172 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 90 અને કેએલ રાહુલ 62 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
51 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસે ભારતીય બોલર્સનું દમદાર પરફોર્મન્સ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 83 રનની લીડ મેળવી હતી. ઝડપી બોલરોએ ભારતીય ટીમ માટે જોરદાર વાપસી કરી હતી. સ્ટમ્પ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67/7 હતો. ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો અને ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…