ભરૂચ શહેરમાં એક તરફ કેટલાંક વિસ્તારમાં પુરતું પાણી ન મળતું હોવાનો સતત કકળાંટ થતો હોય છે. ત્યારે પાલિકાના વોર્ડ નંબર-2માં ડુંગરી વિસ્તારમાં પાણીનો સંપ ઓવરફ્લો થઇ જતાં તેમાનું હજારો લીટર પાણી રોડ-ગટરમાં વહીં ગયું હોવાનો કિસ્સો મધ્યરાત્રીએ બન્યો હતો. પ
.
બીજી તરફ વિસ્તારના લોકોને પાણી પહોંચાડવા માટે પાણીની ટાંકી પાસે બનાવેલાં સંપમાં પાણી એકત્ર કરી બાદમાં અલગ અલગ વિસ્તારમાં છોડાય છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે પાણીનો સંપ ભરવા માટે લાઇન ચાલુ કરવામાં આવી હતી. પરંતુ તેના પર ધ્યાન નહીં રખાતાં પાણીનો સંપ ઓવરફ્લો થઇ જતાં વિસ્તારમાં રોડ પર અને ગટરમાં હજારો લીટર પિવાનું પાણી વહીં ગયું હતું. એકતરફ પાલિકા વિસ્તારના કેટલાંક વિસ્તારમાં પાણી પુરતાં પ્રમાણમાં કે દબાણથી ન મળતું હોવાની બૂમરાણો ઉઠતી રહે છે. ત્યારે પાણી માટે એકતરફ નગરજનો અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવા આવે છે.
રાત્રે વિભાગના કર્મીને બોલાવી પાણી બંધ કરાવ્યું અમને રાત્રીના એકાદ વાગ્યે ઘટનાની જાણ થતાં તુરંત સંબંધિત અધિકારીને ફોન કરતાં તેમણે બીજા કર્મીને મોકલી પાણી બંધ કરાવ્યું હતું. પાણી માટે એક તરફ લોકો વારંવાર રજૂઆત કરવા આવતાં હોય ત્યારે આવી પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે. > સમસાદ અલી સૈયદ, વિપક્ષ નેતા. ભરૂચ નગરપાલિકા