અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અને મેટ્રો રેલની કામગીરીના પગલે અમદાવાદથી ઉપડતી અને અવર-જવર કરતી 50થી વધારે ટ્રેનોને અમદાવાદની આસપાસમાં આવેલા સાબરમતી, મણિનગર, વટવા અને અસારવા સહિતના રેલવે સ્ટેશન પરથી ચલાવવા અંગે અને સ્ટોપેજ આપવાનો નિર્ણ
.
પશ્ચિમ રેલવે દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પગલે વિવિધ અન્ય રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે. ત્યારે સાબરમતી રેલવે સ્ટેશન(ધર્મનગર)થી યોગ નગરી ઋષિકેશ એક્સપ્રેસ ઉપડશે. અમદાવાદથી વડોદરા, સુરત, મુંબઈ, પટના, બિહાર, દરભંગા તરફ જતી 12 જેટલી ટ્રેનો મણિનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. વડોદરા, સુરત, મુંબઈ તરફ જતી મેલ અને એક્સપ્રેસ એવી અન્ય કુલ 25 જેટલી ટ્રેનો વટવા રેલવે સ્ટેશન પરથી ઉપડશે. અમદાવાદ-ચેન્નઈ એક્સપ્રેસ અને અમદાવાદ પુરી એક્સપ્રેસ અસારવા રેલવે સ્ટેશન પરથી ઉપડશે. અમદાવાદ-યશવંતપુર અને અમદાવાદ-પુણે દૂરંતો એક્સપ્રેસને રાજકોટ રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે. બીજા ફેઝમાં મણીનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવશે.