Vadodara Accident : વડોદરાની વાઘોડિયા ચોકડી પર ગઈ રાતે એક સાથે ચાર વાહનનો અકસ્માત થતા ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ ઉતરતી વખતે એક ઇકો કારની પાછળ કન્ટેનર ભટકાયું હતું. કન્ટેનરના ડ્રાઇવર જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું બીજું કન્ટેનર તેમાં ધડાકા સાથે ઘૂસી ગયું હતું અને ડ્રાઇવર ફસાયો હતો.
આ કન્ટેનરની પાછળ આવી રહેલી બીજી એક કાર પણ ભટકાતા ચાર વાહનનો અકસ્માત થયો હતો. બનાવને પગલે ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી. સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન ફાયર બ્રિગેડ પણ આવી જતા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.