મા કામલ ફાઉન્ડેશનને લઈને અત્યારે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે. તે જોતા વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતની અંદર જે ઇન્સ્ટિટયૂટ છે તેની અંદર આજે મા કામલ ફાઉન્ડેશનનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરવા પહોંચતા ફાઉન્ડે
.
કર્મચારીઓ ગાયબ થયા મા કામલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગ કોર્સ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. હજારો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી મા કામલ ફાઉન્ડેશન દ્વારા ઉઘરાવવામાં આવી છે. સુરત, વ્યારા અને રાજપીપળામાં આદિવાસી વિદ્યાર્થિનીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ મુદ્દો વધુને વધુ ચર્ચામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓએ પણ હવે પોતે ખોટી જગ્યા ઉપર નર્સિંગનો કોર્સ કરતા હોવાની જાણ થતા જ પોતાની ભરેલી ફી પાછી માંગવા માટે રજૂઆતો શરૂ કરી છે.
સુરત ખાતેની ઓફિસમાં કર્મચારી ગાયબ મા કામલ ઇન્સ્ટિટયૂટના લાલ દરવાજા પાસે આવેલી શાખામાં કર્મચારીઓ ગાયબ હતા અને ઓફિસને તાળું લગાડી દેવામાં આવ્યું હતું. આસપાસના લોકોને પૂછતા તેમને કહ્યું કે, ગઈકાલ સુધી કર્મચારીઓ આવતા હતા, પરંતુ આજે સવારથી જ એકપણ કર્મચારી આવ્યું નથી અને ઇન્સ્ટિટયૂટ બંધ છે. વિદ્યાર્થીઓમાં હવે જે રીતે રોષ વધી રહ્યો છે તેના કારણે સંચાલકો પણ સમજી ગયા છે કે તેમના ઉપર ગાળીયો કસાવવાની તૈયારી છે. તેથી આજે સવારથી જ ફાઉન્ડેશનનો એક પણ કર્મચારી ઇન્સ્ટિટયૂટ પર હાજર રહ્યો ન હતો અને અત્યારે જે વિદ્યાર્થીઓને એડમિશન ત્યાં આપી દેવામાં આવ્યું છે. તેમને પણ આ બાબતની કોઈ જાણ કરવામાં આવી નથી.