સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આજે વર્ષ 2023 અને 2024ના મેઘાણી લોકસાહિત્યકાર એવોર્ડ અને લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કથાકાર મોરારી બાપુના હસ્તે વર્ષ 2023નો મેઘાણી એવોર્ડ પ્રેમજી પટેલ અને હેમુ ગઢવી એવોર્
.
બગસરામાં મેઘાણી કથા યોજવાનું એલાન કર્યું હતું મોરારી બાપુએ જણાવ્યું હતુ કે, મારે એક વખત માનસ મેઘાણી કથા કરવી છે. વર્ષ 2026મા 7થી 15 માર્ચ દરમિયાન બગસરામાં મેઘાણી કથા યોજવાનું એલાન કર્યું હતું. કારણકે બગસરા મેઘાણીનું પૈતૃક સ્થળ અને 9 માર્ચે તેમની જન્મ જયંતી છે. જ્યારે હેમુ ગઢવી વિશે જણાવ્યું હતુ કે, તે ગાયકનો અવાજ ગીરીને સંભળાય તેવો હતો. સાથે જ તેમણે કટાક્ષ કર્યો હતો કે, શિષ્ટ સાહિત્ય લોકસાહિત્યને ઇષ્ટ માનવા લાગશે ત્યારે સાહિત્યની ધજાને સરસ્વતી ચડાવતી હશે.
આપણી પાસે વિશાળ લોકસાહિત્ય છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે જણાવ્યું હતુ કે, આજે સ્ટેજ શો ને 55 વર્ષ થાય. આખું કુટુંબ માણી શકે તેવું હાસ્ય કરવું. કોઈને ન ગમે તો સ્ટેજથી નીચે ઉતરવું પણ કક્ષાએથી નીચે ન ઉતરવું. જ્યારે ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આપણા દેશની સંસ્કૃતિ માટે કવિ દાદે લખ્યું મહાભારત વાવો ને ગીતા નીકળે. હજૂ ક્યાંક નીકળે છે બિતા બીતા રાવણો. જ્યાંથી લક્ષ્મણ રેખા નીકળે છે. ઉપરાંત ભાગ્યેશ જહાએ જણાવ્યું હતુ કે, આપણી પાસે વિશાળ લોકસાહિત્ય છે. ઉત્તર ગુજરાતમાં શિવ વિવાહ ગાવામાં આવે છે. રાજકોટની વૈશ્વિક રામકથાથી રાજકોટમા કથાવરણ છવાયું હોવાનુ જણાવ્યું હતુ.
ખેતરમાં બેસી ગાવાનું અને રેકોર્ડિંગ શરૂ કર્યુ 2023નો મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ પ્રેમજી પટેલે જણાવ્યું હતુ કે, આ એવોર્ડ લોકોનો એવોર્ડ કહી શકાય. હું ખેતરમાંથી રાત્રે 1995 માં આવતો હતો ત્યારે અમારા ગામના રાવળ વાસમાં ભૂવાઓ ઘૂણતા હતા. જેથી તે ગાતા હતા તેમાં રસ પડ્યો. ત્યાં કઈ ન સમજાયું ત્યારે હું ગુજરાતીનો અધ્યાપક હોવા છતા મને ન સમજાય તો શું? જેથી મેં તે ગાયકોનો સંપર્ક કર્યો. ખેતરમાં બેસી ગાવાનું અને રેકોર્ડિંગ શરૂ કર્યુ પછી લીપિબધ્ધ કર્યુ. તેઓ ગાતા હતા તે ગદ્ય હતુ. જે બાદ મુંબઈના ગદ્ય પર્વ મેગેઝિનમાં છપાયું. જેથી ધીમે ધીમે લોકજીવન તરફ઼ મારી દૃષ્ટિ ખુલી અને ગુજરાત લોકસાહિત્ય પરિષદનો એવોર્ડ પણ મેળવ્યો અને આજે આ એવોર્ડ મેળવ્યો તેનો આનંદ છે.
પૂરા ઝાલાવાડને એવોર્ડ મળ્યો તેવું લાગે છે 2023નો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મેળવનાર ગોપાલ બારોટે જણાવ્યું હતુ કે, જેમને સાંભળીને સ્ટેજ પર જવાનો વિચાર આવ્યો તે ભીખુદાન ગઢવી અહીં ઉપસ્થિત છે. પૂરા ઝાલાવાડને એવોર્ડ મળ્યો તેવું લાગે છે. વાર્તાકારો હવે ખૂબ ઓછા રહ્યા છે. કાનજી ભૂટા બારોટની નકલ કરતા અસલ થઈ ગયો. લોકવાર્તા કઠિન કારણકે એક જ વ્યક્તિએ બધા પાત્રો ભજવવાના હોય છે. વાર્તા એવી હોય કે જેમાં ચિત્ર ખડું થાય. વાર્તાનુ સ્ટેજ ફરી ઉજાગર થાય તેવી અપીલ કરું છું.
મારા પિતા આજીવન રવેટીના ઉપાશક રહી ચૂક્યા છે 2024નો મેઘાણી લોકસાહિત્યકાર એવોર્ડ મેળવનાર અંબાદાન રોહડીયાએ જણાવ્યું હતુ કે, મારા પિતા આજીવન રવેટીના ઉપાશક રહી ચૂક્યા છે. 1972ના દુષ્કાળના સમયમા 150 ગૌ માતાને બચાવી. મેં જીવન પર્યત ચારણી સાહિત્યને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યુ. આજ સુધીમાં 55 પુસ્તકો લખ્યા છે. મારે હજૂ ગુજરાતનાં ચારણી સાહિત્યનો શબ્દ કોષ બનાવવો છે. ગત વર્ષે મેં 4 પુસ્તક પ્રકાશિત કર્યા. ડિપ્લોમા કોર્સ ઈન ચારણી સાહિત્યનો કોર્સ શરૂ કરાવી શક્યા. એમ. એ. રેગ્યુલરમાં વૈકલ્પિક વિષય તરીકે ચારણી સાહિત્યનો ઉમેરો કરાવ્યો. બાદમા 12000 હસ્ત પ્રતો ડિજિટલાઈઝ કરાવી.
મેઘાણી અને હેમુ ગઢવીએ કલા આપી દીધી 2024નો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મેળવતા પ્રફુલ દવેની તબિયત નાદુરસ્ત હોવાથી તેમનાં પુત્ર હાર્દિક દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, કલા એવું સાધન છે. તે ઘણ અને એરણ છે. તેમાંથી તલવાર બને અથવા તંબુરાનો તાર બને. ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવીએ કલા આપી દીધી. હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોવાનું છે.
આ મારો ઋણ સ્વીકાર કાર્યક્રમ છે કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં કામ કર્યું ત્યારે મને ખબર પડી ગઈ કે હું કેટલામાં છું. યુનિવર્સિટીમાં ઘણી જરૂરી બાબતોની ખબર પડી. મેઘાણી કેન્દ્ર દ્વારા ખુબ જ સારા મહાનુભાવોને એવોર્ડ આપવામા આવે છે. આ એવોર્ડ મરણોપરાંત આપવાના વિચાર બાબતે જણાવ્યું હતું. આ મારો ઋણ સ્વીકાર કાર્યક્રમ છે.