અમદાવાદથી અજમેર જઇ રહેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા પાસેથી પસાર થતી હતી, એ દરમિયાન બે ટીટીઇ સાથે ટિકિટ ચેક કરવા બાબતે ટ્રેનમા સવાર દંપતીએ ગડદાપાટુનો માર મારી લાફા મારતા ટીટીઇએ દંપતી સામે મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
.
અમદાવાદથી અજમેર સુધી જતી ટ્રેન ન 22451 બાંદ્રા ચદીગઢ એક્સપ્રેસ ટ્રેનમાં ટીટીઇ મેઘવાલ લક્ષમણ રામ અને દિપક શર્મા બંને જણા અમદાવાદથી ટ્રેનમાં બેસેલા મુસાફરોની ટિકિટ ચેક કરવા ચડ્યા હતા.આ દરમિયાન મહેસાણા રેલવે સ્ટેશન ટ્રેન આવ્યા બાદ ટ્રેન રવાના થઈ હતી, એ દરમિયાન કોચ ન એસ/6 માં ટિકિટ તપાસ કરવા આવેલા હતા.
આ દરમિયાન સીટ નં 65,68 નંબર પર બેસેલા રઘુવીર સિંહ તથા તેની પત્ની બાલાદેવી અને બે દીકરીઓ સાથે મુસાફરી કરતા હતા, એ દરમિયાન બંને દીકરીની જનરલ ટિકિટ હોવાથી ટીટીઈએ રસીદ બનાવવાનું કહેતા અને દંડ ભરવાનું કહેતા બંને દંપતી ઉશ્કેરાયેલા ત્યારબાદ ટીટીઈ પર ગડદા પાટુ માર મારી ગાળો બોલી હતી.
ત્યારબાદ કંટ્રોલમાં જાણ કરતાં પાલનપુર રેલવે સ્ટેશન આવતા પોલીસ આવી જતા છોડાવ્યા હતા. મુસાફરી કરનાર દંપતીમાંથી મહિલાએ ટીટીઈને કોલર પકડી લાફા પણ માર્યા હતા. જોકે, સમગ્ર કેસમાં મારામારી કરનાર મુસાફર રઘુવીર સિંહ નસાની હાલતમાં હોવાનું સામે આવતા સમગ્ર ઘટનામાં ટીટીઈએ મારામારી કરનાર દંપતી સામે કલમ 221,121,115,54 પ્રોહી એક્ટ કલમ 66(1)બી મુજબ મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.