કપરાડાના મોટી વહીયાળની યુવતી 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. સેલવાસમાં બ્રેસ્ટ કેન્સર અવરનેસ અંતર્ગત સ્પર્ધા તેણીએ આ સિદ્ધી મેળવી હતી.
.
સેલવાસ લાયન્સ ઇંગ્લિશ શાળા ખાતે રવિવારે બ્રેસ્ટ કેન્સર અવરનેસ અંતર્ગત KCAA મેરેથોન વિવિધ કેટેગરીની દોડ યોજવામાં આવી હતી જેંમા 42 કિ. મી, 21 કિ.મી, 10 કિ.મી, 6 કી.મી અને 3 કિ.મી વર્ગની વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં દોડ વીરોએ ભાગ લીધો હતો. જેમાં 6 કિ.મી દોડમાં પાનસ ડિફેન્સ એકેડેમી તા. કપરાડા મોટી વહિયાળ પીપળી ફળિયામાં રહેતા ખેડૂતની દીકરી મીનાબેન રમણભાઈ વાહૂતે દૌડમાં ભાગ લઈ પ્રથમ સ્થાને રહી હતી.તેણીએ આ સફળતા મેળવીને એકેડમી ,ગામ તેમજ તાલુકાનું નામ રોશન કર્યું હતું.તે બદ્દલ એકેડમીના પ્રમુખ હનુમાન બી મુંઢે ,ઉપપ્રમુખ પ્રશિક્ષક માજી સાૈનિક સુરેશ ચૌધરી અને એકેડમીના દરેક સભ્યોએ મીના બેનનું સ્વાગત,સન્માન કરીને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી