થાનગઢમાં કરીયાણાની દુકાન ચલાવતા વેપારીને ત્યાં 2 શખસે આવીને દુકાન ચલાવવી હોય તો હપ્તો આપવો પડશે કહી 5000 માંગ્યા હતા. જે ન આપતા વેપારીને માર મારી જાતિ અંગે અપમાન કરતા ફરિયાદ નોંધાવાઇ હતી. થાનગઢમાં લુખ્ખા તત્વો દ્વારા વેપારીઓને ધમકાવવા અને નાણા માંગવા
.
ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો જેની ફરિયાદ ગૌરીબેન ચાવડાએ થાન પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેઓ થાન આંબેડકરનગરમાં રહે છે. તેમના પિતા રામજીભાઇ મૂળજીભાઇ ચાવડા કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓને થાનના ભરતદાદા અને 2 અજાણ્યા શખસે આવીને દુકાન ચલાવવી હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી 5000ની માંગણી કરી હતી. જ્યારે દુકાનદારે તેમની પાસે પૈસા નથી કહેતા દુકાનના થડામાં હાથ નાંખી નાણા લેવા પ્રયાસ કરાયો હતો. પરંતુ વેપારીએ રોકતા ગાળો આપી માર માર્યો હતો.
બાદમાં લોકો ભેગા થઇ જતા આરોપીઓએ ગાળો આપી તારે પોલીસ બોલાવવી હોય તો બોલાવી લે અમે આવીએ છીએ તેમ ધમકી આપી જાતિ અંગે અપમાન કરી ફરાર થઇ ગયા હતા. આથી પોલીસે ભરતદાદા અને અન્ય 2 અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ધાકધમકી પૈસા પડાવવાના તેમજ મારામારીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.