નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, સાગર અદાણી અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર લાંચ સંબંધિત આરોપો નથી, પરંતુ અન્ય ત્રણ આરોપો છે. અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે એક સ્પષ્ટતા કરતા આ માહિતી જણાવી હતી.
એક એક્સચેન્જ ફાઇલિંગમાં, AGELએ જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને સીનિયર ડિરેક્ટર વિનીત જૈન સામે યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ લાંચ લેવા અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત અહેવાલો ‘ખોટા’ છે. જો કે, અધિકારીઓ યુએસમાં સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડ સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે.
અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓઉ જસ્ટિસ પાસે પાંચ કેસ છે કંપનીએ કહ્યું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે પાંચ કેસ પેન્ડિંગ છે. જેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈનનો કાઉન્ટ 1 અને કાઉન્ટ 5માં સમાવેશ કરવામાં આવ્યો નથી. કાઉન્ટ 1 એટલે ‘FCPAનું ઉલ્લંઘન કરવાનું કાવતરું’ અને કાઉન્ટ 5 એટલે ‘ન્યાયને અવરોધવાનું કાવતરું.’
કાઉન્ટ 1 માં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબન્સ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલના નામો સામેલ છે.. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અદાણી ગ્રુપના કોઈ અધિકારીનું નામ આપ્યું નથી.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: “કથિત સિક્યોરિટીઝ ફ્રોડ કાવતરું”, કાઉન્ટ 3: “કથિત વાયર ફ્રોડ કાવતરું”નો આરોપ લગાવવામાં આવ્યા છે.