ગુજરાતમાં 16 નવેમ્બર બાદ બરાબર લગ્ન સિઝન જામીન છે અને આ વર્ષે લગ્નના મુહૂર્ત પણ વધુ હોવાથી અનેક વિદેશમાં સ્થાયી થયેલા લોકો ગુજરાત આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં NRI વિદેશથી લગ્ન સિઝનમાં પરિવારને મળવા આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને દ
.
દિલ્હી-મુંબઇથી આવતી ફ્લાઈટના ભાડા આસમાને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલાક દેશ સાથે સીધી કનેક્ટિવિટી ધરાવે છે. જેમાં મુખ્યત્વે યુએઈમાં સમાવિષ્ટ થતાં દુબઈ, અબુધાબી, શારજાહ. જ્યારે ફરવા લાયક દેશોમાં સિંગાપોર, મલેશિયા, બેંગકોક, થાઈલેન્ડ આ ઉપરાંત લંડન સાથે પણ સીધી કનેક્ટિવિટી ધરાવે છે. પરંતુ તેમ છતાં દુનિયાના ઘણા દેશોમાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, કેનેડા જ્યાં સીધી કનેક્ટિવિટી ન હોવાથી ત્યાં વસતા ગુજરાતીઓને ગુજરાત આવવા અન્ય દેશથી દિલ્હી અથવા મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઈટ લેવી પડે છે. તેથી છેલ્લા કેટલાક વર્ષોથી નવેમ્બર મહિનાના અંતમાં અને ડિસેમ્બરમાં દિલ્હી અને મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા આસમાને પહોંચી જાય છે. તેમાં પણ જો કોઈ મુસાફરને તાત્કાલિક પણ દિલ્હી અને મુંબઇથી અમદાવાદ આવવું હોય તો તેમને ચારથી પાંચ ગણું ભાડું ચૂકવવાનો પણ વારો આવ્યો છે.
તાત્કાલિક બુક કરાવતા ટિકિટ 25 હજારમાં પડશે દિલ્હી કે જે દેશની રાજધાની છે ત્યાંથી અમદાવાદ આવવા ફ્લાઈટ લેવાના દિવસે જ ટિકિટ બુક કરશો તો ખિસ્સામાંથી 23થી 25 હજાર રૂપિયા સુધી ચૂકવવા પડશે. જોકે, અગાઉથી જ ટિકિટ બુક કરાવી હશે તો તે ટિકિટ વધુમાં વધુ 8 હજાર રૂપિયા સુધીમાં પડી શકે છે. જ્યારે મુંબઈથી અમદાવાદ આવતા ફ્લાઈટ લેવાના દિવસે જ ટિકિટ બુક કરવામાં આવે તો તે 13થી 15 હજાર રૂપિયા સુધી ચૂકવવા પડશે. જોકે, અગાઉથી જ ટિકિટ બુક કરાવવામાં આવી હશે તો તે પાંચથી સાત હજાર રૂપિયામાં પડશે. એટલે કહી શકાય કે, જો તાત્કાલિક દિલ્હી-મુંબઇથી અમદાવાદની ફ્લાઈટ ટિકિટ બુક કરો તો તેના કરતાં અડધી કિંમતમાં વિયેતનામ અથવા બેંગકોક પહોંચી શકાય છે.
બેંક્વેટ અને હોટલ રૂમ પણ મળતા નથી ફ્લાઈટ ટિકિટના ભાડા વધવા બાબતે અલગારી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલક પ્રિયેશ ડોબરીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે લગ્નના મુહૂર્ત પણ વધુ છે. તથા ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નનું પ્રમાણ વધુ હોય છે. તેવામાં વિદેશમાં સ્થાયી થયેલા અનેક NRI ગુજરાત આવે છે, તેથી દિલ્હી-મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટના ભાડા વધી જતા હોય છે. હાલમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો તેમને ઓછામાં ઓછા 18થી 20 હજાર તો ચૂકવવા જ પડે છે. આ ઉપરાંત કોવિડ બાદ હોટલમાં જ લગ્ન તથા રિસેપ્શનનું કલ્ચર વધ્યું છે. જેના કારણે થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલના બેંક્વેટ અને હોટલ રૂમ પણ મળતા નથી. તો બીજી તરફ અમદાવાદ અને રાજકોટની હોટલના રૂમ એક મહિના સુધી એટલે કે, કમુરતા શરૂ થાય તે પહેલાં સુધી અન અવેલેબલ જ થઈ ગયા છે. અને જો કોઈ હોટલમાં રૂમ અવેલેબલ હોય તો તેઓ મોં માગ્યા ભાવ વસૂલ કરે છે. જેમ કે, થ્રી સ્ટાર હોટલના રૂમના ભાડા એક દિવસના આઠથી દસ હજાર જ્યારે ફાઈવ સ્ટાર હોટલના રૂમના ભાડા રૂપિયા 25 હજારથી શરૂ થયા છે.