વર્તમાન સમયમાં ચોરી કે લુંટ માટે હત્યા કરવામાં આવે તેવી ઘણી ઘટનાઓ બની છે. તેવામાં મોરબી નજીકના હરીપર (કેરાળા) ગામ પાસે સીરામીક કારખાના નજીક યુવાન ઉપર અજાણ્ય શખ્સો દ્વારા લુંટની ઇરાદે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને છાતી, પડખા અને પેટના ભાગે
.
મોરબીના હરીપર (કેરાળા) ગામની વચ્ચે આવેલ આઇકોલક્ષ સીરામીકમાં કામ કરતા અને ત્યાં રહેતા મૂળ રહે.ઉત્તરપ્રદેશના રહેવાસી ધર્મેન્દ્રસિંહ બનજારા (36)ને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી તે યુવાનને ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત થયું હતું. મૃતક યુવાન આઈકોનલક્ષ સિરામિક કારખાનામાં કામ કરતો હતો. તે કારખાનાની બહારના ભાગમાં સીમ વિસ્તારમાં આવ્યો તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા લુંટના ઇરાદે તેના ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છરીના છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે કોન્ટ્રાકટર કરણસિંહ નાયકે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને બનાવ સમયના તે વિસ્તારના CCTV ચેક કરવામાં આવતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બાઇક આધારે પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપી ઇસ્માઇલ સખાયા, અવેશ મોવર મિંયાણા અને સાહિલ મોવર (રહે. બધા જ માળીયા (મિં.) વાળા)ની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણેય આરોપીના આગામી 29 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
આ આરોપીઓએ મૃતક યુવાનના મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. જે મોબાઈલ સહિતના મુદ્દામાલને પોલીસે કબજે કર્યો છે અને પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ 2થી 3 લોકોને આવી જ રીતે રાત્રીના સમયે એકદ દોકલ મળી આવતા રોકડ સહિતનો મુદ્દામાલ પડાવી લીધો હોવાનું સામે આવ્યું છે જો કે, રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અન્ય કેટલા અને કેવા કેવા ગુના આચાર્યા છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે તેવી માહિતી પત્રકાર પરિષદમાં Dy.SP પી. એ. ઝાલા દ્વારા આપવામાં આવી હતી. મોરબીના ઓદ્યોગીક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ ઊભા રાખે તો ઊભા ન રહેવા અને કિંમતી સમાન લઈને રાતના સમયે અવાવરુ જગ્યાએથી ન નીકળવા માટે લોકોને અધિકારી અપીલ પણ કરી હતી.