સરકારી જમીન પર ગેરકાયદેસર થયેલા બાંધકામો સહિતના દબાણો દૂર કરાવી કબજા ખાલી કરાવવાની જવાબદારી સરકારી તંત્ર વાહકોને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા સોંપી છે. પરંતુ ભાવનગર તાલુકાના કોળીયાક ગામે ગ્રામ પંચાયત કચેરીની સામે જ નદી અને જાહેર રસ્તાની જમીન પ
.
સુપ્રીમ કોર્ટના જગપાલસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબના ચુકાદામાં સ્પષ્ટ રીતે સરકારી જમીનો ઉપર અનઅધિકૃત દબાણો ખાલી કરાવવા માટે સંબંધિત વિભાગોની જવાબદારી સોંપી છે. તેમ છતાં સરકારી તંત્ર દબાણો ખાલી કરાવવામાં નિષ્ફળ નિવાડ્યું છે. રોડ રસ્તા અને સરકારી પડતર જમીન, ગૌચરની જમીન તો દબાવી દેવાય છે પરંતુ નદીની જમીનમાં પણ બાંધકામ કરવા છતાં તંત્ર તમાસો જોવે છે.
ભાવનગર તાલુકાના કોળીયાક ગામે માલેશ્રી નદી પર કોળીયાક બ્રિજથી નિષ્કલંક મહાદેવ જવાના રસ્તે ડાબી તરફ નદીના પટમાં પુરાણ કરીને કોળીયાક અને ગુંદી ગામના અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર આઠ જેટલી પાકી દુકાનોના બાંધકામ કરી દીધા છે. જે બાબતે ફરિયાદ થતા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ તેમજ શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તમામને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દબાણકારો દ્વારા દબાણો યથાવત રાખી પોતાના ધંધા પણ ચાલુ રાખ્યા છે.
દબાણ નહિ હટતા ભાવનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને જાણ કરી તેઓની દબાણ હટાવવાની સત્તા હોવાનું જણાવી કાર્યવાહી કરવા પત્ર વ્યવહાર શરૂ કર્યો. છતા કોઈ કાર્યવાહી નહીં થતા મામલતદારે મદદનીશ કલેકટરને જાણ કરી તેઓના સ્તરેથી માર્ગ મકાન વિભાગને આદેશ આપી દબાણ દૂર કરવા લેખિતમાં અનુરોધ કર્યો હતો. પરંતુ વાસ્તવિકતા તો તે છે કે વિભાગો વચ્ચેની જવાબદારીની અપાતી ખો ને કારણે દબાણકારો ફાવી ગયા છે અને નદીની જગ્યામાં ગેરકાયદેસર બનાવેલી દુકાનો પૈકી એક ઈંટ પણ હલી નથી.