વડોદરાઃ ફૂડ ડિલિવરી કરતી કંપનીના એકાઉન્ટ મેનેજરે એડવાન્સ રકમ લીધા બાદ નોકરી પર આવવાનું બંધ કરી દેતાં તેની સામે રૃ.પોણા ત્રણ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
સારાભાઇ કેમ્પસમાં આવેલી ઝોમેટોના અધિકારીએ પોલીસને કહ્યું છે કે,અમારી ઓફિસમાં જુલાઇ-૨૦૨૩માં એકાઉન્ટ મેનેજર તરીકે અજય અરવિંદભાઇ પારેખ (પુનિત નગર,પરિવાર ચારરસ્તા પાસે, વાઘોડિયારોડ)ને નોકરી પર રાખવામાં આવ્યા હતા.
તેમને એક લેપટોપ આપવામાં આવ્યું હતું.જે થોડા સમય પછી ગૂમ થઇ ગયું હોવાનું તેમણે કહેતાં નવું લેપટોપ આપવામાં આવ્યું હતું.સપ્ટેમ્બર-૨૦૨૪માં તેમણે માતાની તબિયત સારી નહિ હોવાનું કહી રૃ.૧ લાખ એડવાન્સ લીધા હતા.ત્યારબાદ તા.૧૦મી ઓક્ટોબરથી તેમણે ઓફિસે આવવાનું બંધ કર્યું હતું.તેમનો ફોન પણ બંધ છે અને મકાનને પણ તાળું મારી દીધું છે.ગોરવા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.