શહેરના નારોલ-અસલાલી હાઈવે ઉપર આજે ગુરુવારે વહેલી સવારે આઇસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ડ્રાઇવર સહિત એક રાહદારી મળી કુલ ત્રણ લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કન્ટેનરના ચાલક દ્વારા બે ફોર્મ સ્પીડે
.
રેસ્ક્યૂ સાધનોની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સવારે 6:30 વાગ્યાની આસપાસ નારોલ-અસલાલી હાઈવે પર અકસ્માત થયો તો. જે અંગે વાત તને 10:00 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કે અકસ્માત થયો છે અને જેમાં કેટલાક લોકો ફસાયા છે. જેથી મણિનગર અને અસલાલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્ટાફ દ્વારા રેસ્ક્યૂ સાધનો દ્વારા સર્ચ ચોપરેશન કરવામાં આવતા બંને ટ્રકના ડ્રાઇવરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ એક રાહદારી પણ નીચે ફસાયો હોવાની માહિતી મળતા ન્યુમેટિક બેગ અને હાઇડ્રોલિક સ્પ્રેડર કટરની મદદથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં રવાના કર્યા હતા.
હાઇડ્રોલિક ક્રેન વડે બંને ટ્રકને સુરક્ષિત રીતે સાઇડમાં ખસેડાઈ ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, અસલાલી ઓવરબ્રિજ પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક રાહદારી અને બને ટ્રક ડ્રાઇવર વાહનમાં દબાઈ જવાથી ઇજાગ્રસ્ત થયા હતા. અસલાલી અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમ દ્વારા સ્થળ પહોંચી તેઓને સહી સલામત બહાર કાઢી લીધાં હતા. ટ્રક અસલાલીથી નારોલ તરફ જતા ડિવાઇડર ક્રોસ કરી નારોલ અસલાલી તરફ આવતી ટ્રકની સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ હાઇડ્રોલિક ક્રેન વડે બંને ટ્રકને સુરક્ષિત રીતે ટ્રાફિક પોલીસની મદદથી સાઈડમાં કરાવી દેવાઈ હતી.