27 મિનિટ પેહલા
- કૉપી લિંક
SFA ચેમ્પિયનશિપ 2024માં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજએ ટાઇટલ મેળવ્યું હતું. ચારેબાજુ શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને, ઉદગમ 311 પોઈન્ટ એકઠા કરીને પ્રબળ વિજય પ્રાપ્ત કરીને ટેબલમાં ટોચ પર છે. આનંદ નિકેતન સ્કૂલ, શીલજ બીજા ક્રમે જ્યારે જેમ્સ જેનેસિસ ઈન્ટરનેશનલ સ્કૂલ ત્રીજા સ્થાને રહી હતી.
ધ રિવરસાઇડ સ્કૂલ, અમદાવાદ કેન્ટોન્મેન્ટની રિયાના પટેલે ટેનિસમાં સિલ્વરની સાથે સાથે એથ્લેટિક્સ અને ફૂટબોલમાં ગોલ્ડ જીતીને શાનદાર દેખાવ કરતાં ‘ગોલ્ડન ગર્લ’નું બિરુદ મેળવ્યું હતું. આ દરમિયાન, આનંદ નિકેતન, સેટેલાઇટનો યોહાન પંડયા ‘ગોલ્ડન બોય’ તરીકે ચમક્યો હતો, જેમાં સ્વિમિંગમાં બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર અને યોગાસનમાં એક વધારાનો ગોલ્ડ મેળવ્યો હતો. ઉદગમ સ્કુલના સ્નેહલ દવેને મોસ્ટ વેલ્યુએબલ કોચ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
SFA ચેમ્પિયનશિપ 2024નો અંતિમ દિવસ ફૂટબોલ અને ટેનિસમાં રોમાંચક સમાપ્તિ સાથે સમાપ્ત થયો. સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલે ગર્લ્સ અંડર-16 અને અંડર-18 કેટેગરીમાં ડબલ ગોલ્ડ સાથે ફૂટબોલ પર પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યારે આનંદ નિકેતન સ્કૂલ, શીલજ એ બોયઝ અંડર-14 અને અંડર-18માં આ સિદ્ધિ મેળવી હતી. ટેનિસ કોર્ટ પર ધ્રુવ આહિર (LDR ઇન્ટરનેશનલ સ્કૂલ), તવશ્ય દીક્ષિત (ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ), મનન રાય (કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ) અને લવ નાગમેટ (યુટોપિયા સ્કૂલ)એ અનુક્રમે બોયઝ અંડર-12, અંડર-14, અંડર-16 અને અંડર-18 કેટેગરીમાં ગોલ્ડનો દાવો કર્યો હતો.
સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન, શાળાઓએ વિવિધ શાખાઓમાં તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. ધ રિવરસાઇડ સ્કૂલ, અમદાવાદ કેન્ટોન્મેન્ટ, એથ્લેટિક્સની શ્રેષ્ઠ શાળા તરીકે ઉભરી આવી હતી, જેમાં ટ્રેક અને ફિલ્ડ પર ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જ્યારે આનંદ નિકેતન સ્કૂલ, શીલજે તેમની વૈવિધ્યતાને રેખાંકિત કરીને સ્પીડક્યુબિંગ અને યોગાસનમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. વિજેતા ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અનેક રમતોમાં પ્રભુત્વ ધરાવતી હતી અને તેને કબડ્ડી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ચેસમાં સંયુક્ત પણે શ્રેષ્ઠ શાળા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેણે તેમની સર્વાંગી શ્રેષ્ઠતાને મજબૂત બનાવી હતી.
આ વર્ષે આ ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલી હતી, જેમાં શ્રેષ્ઠ પ્રતિભાઓની શોધમાં અમદાવાદભરના સ્પર્ધકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, 387 શાળાઓના 3 થી 18 વર્ષની વયના પ્રભાવશાળી 14,764 રમતવીરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
આ ઇવેન્ટ પર પડદો પડતાં જ SFAએ આગામી પેઢીના ચેમ્પિયન્સની ઉજવણી કરવાની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. અમદાવાદ “અબ જીતેગા ઇન્ડિયા’ના શક્તિશાળી નારા સાથે ગુંજી ઊઠ્યું હતું, જે શહેરની રમતગમતની કુશળતાનું પ્રદર્શન કરવામાં ગૌરવનું પ્રતીક હતું અને રમતગમતના પાવરહાઉસ બનવાની ભારતની સફરમાં વધુ એક મહત્ત્વનું પગલું હતું.