Vadodara Liquor Crime : વડોદરાના વારસિયા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે નામચીન ગુનેગારને ઝડપી પાડ્યો હતો.
વારસિયાની વાસવાણી કોલોનીમાં રહેતો નરેશ ઉર્ફે ડેડોર ઉર્ફે ગણેશ દયાળ દાસ રામચંદાણી દારૂનો ધંધો કરતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે 58,000 ની કિંમતની વિદેશી શરાબની 274 બોટલ કબજે કરી હતી. પકડાયેલા નરેશ સામે અગાઉ પણ દારૂ જુગાર જેવા 13 ગુના નોંધાયા હતા અને ત્રણ વાર પાછા હેઠળ જેલ પણ જઈ આવ્યો હતો.