અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ પોલીસના પીબીસીના સ્ટાફે બુધવારે એરપોર્ટ સર્કલ પાસે દારૂનો જથ્થો લઇને જતા રીક્ષાચાલકને ઝડપી હતી. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે જાસપુર નજીક એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો. જેના આધારે પીસીબીએ ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસ સાથે દરોડો પાડીને ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફે બુધવારે રાતના સમયે એરપોર્ટ સર્કલ પાસે એક ઓટોરીક્ષામાં દારૂનો જથ્થો લઇને એક વ્યક્તિ પસાર થવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ રીક્ષામાંથી દારૂની ૨૦૦ જેટલી બોટલો સાથે રીક્ષાચાલક રાજેન્દ્ર ચૌધરી (રહે.ગોકુલનગર, ઓઢવ)ને ઝડપીને લીધો હતો.
તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેેને નરેન્દ્રસિંહ પરિહારના જાસપુર ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી જીતેન્દ્રસિંગ કેવલે આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને અમદાવાદ આપવા માટે મોકલ્યો હતો. જાસપુર ગામ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં હોવાથી પીસીબીએ સાંતેજ પોલીસને સાથે રાખીને દરોડો પાડતા મહેશભાઇ પટેલના ફાર્મ હાઉસમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂની ચાર હજાર બોટલો અને ત્રણ વાહનો મળી આવ્યા હતા. જેના દ્વારા શહેરમાં નિયમિત રીતે દારૂ સપ્લાય થતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જી એસ મલિકે એક જ દિવસમાં પાસાના ૨૦ હુકમ કર્યા
પોલીસ કમિશનર જી એસ મલિકે ગુરૂવારે એક જ દિવસમાં ૨૦ જેટલા બુટલેગરોેને પાસાની સજાના હુકમ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૪૫૦ જેટલા બુટલેગરોને પાસા કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૫૨ બુટલેગરોને પાસાની સજા થઇ હતી. આમ, ચાલુ વર્ષે ત્રણ બુટલેગરોને પાસા કરવામાં આવી છે.