વડોદરાઃ વડોદરા,સુરત,રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી દિલ્હીની બે મહિલા સહિત ત્રણ સાગરીતોને ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
વડોદરામાં થોડા સમય પહેલાં એક મહિલાને વાતોમાં પરોવનાર બે મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી.મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી.જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઇ હતી.ત્યારબાદ મહિલાને તેના રૃ.૯૦ હજારના દાગીના ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી પી ચૌહાણ અને વી એમ ચૌહાણની ટીમે સીસીટીવી ચેક કરતાં બે મહિલાની સાથે એક પુરૃષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઇ આવ્યું હતું.વાઘોડિયા ચોકડી પાસે આ ત્રણેય જણા નજરે પડતાં તેમને ઝડપી પાડયા હતા.
પકડાયેલાઓમાંરૃહી સીતારામ બાવરી,પૂનમ સોનુ હારીમલ અને વિશાલ શ્યામલાલ(ત્રણેય રહે.રઘુવીર નગર,દિલ્હી) નો સમાવેશ થાય છે.તેમની પાસેથી સોનાની ચાર બંગડી,બે ચેન,વીંટી,બુટ્ટી,૩ મોબાઇલ, પર્સ અને રોકડા રૃ.૨૧ હજાર મળી રૃ.૫ લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી.જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા,સુરત અને રાજકોટમાં ચાર મહિલાના દાગીના લૂંટયાની વિગતો ખૂલી હતી.
દાગીના ઉતારી લેવામાં માહેર મહિલાઓએ ક્યાં કઇ રીતે કરામત કરી
દાગીના ઉતારી લેવામાં પાવરધી દિલ્હીની ઠગ મહિલાઓએ દોઢ મહિનામાં ગુજરાતના ચાર શહેરોમાં ચાર મહિલાના દાગીનાની લૂંટ કરી હતી.જેની વિગતો આ મુજબ છે.
શહેરનું નામ વિસ્તાર લૂંટની તરકિબ લૂંટની મત્તા
વડોદરા સુરસાગર સ્ટેશનનો રસ્તો બતાવશો કહી 2.35 લાખ
રાજકોટ ધીકાંટા રૃપિયા ગણી આપવાના નામે 3.50 લાખ
સુરત સુભાનપુરા ચોરો ચપ્પુ લઇને ફરે છે 1.50 લાખ
સુરત પાંડેસરા માર્કેટમા્ં ચોરીઓ બહુ થાય છે 1.20 લાખ
?????? ?????????????????????????????????? ????????
બંને ઠગમહિલા ડુપ્લિકેટ નોટો આપી દાગીના પડાવવાના ગુનામાં પકડાઇ હતી
દિલ્હીની ઠગ મહિલાની સાથે મોટી ગેંગ હોવાની શક્યતા જોવાઇ રહી છે.જેથી વડોદરા પોલીસ દ્વારા દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવનાર છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,દિલ્હીની બંને ઠગ મહિલા અગાઉ દાગીના ખરીદવા માટે એક નોટ અસલી અને નીચે તેટલી જ સાઇઝના કાગળના ટુકડાનું બંડલ મૂકીને ઠગાઇ કરવાના ગુનામાં દિલ્હી પોલીસના હાથે પકડાઇ હોવાની માહિતી જાણવા મળી છે.જેથી દિલ્હી પોલીસ પાસે વધુ માહિતી માંગવામાં આવી છે.
આ ઉપરાંત બંને મહિલા અને તેનો પુરૃષ સાગરીત વડોદરામાં જ શા માટે વધુ વખત આવતા હતા,તેમની સાથે બીજા કેટલા સાગરીતો કામ કરી રહ્યા છે..જેવી વિગતોની તપાસ માટે પૂછપરછ કરી રહી છે.આ ઠગ ત્રિપુટીને સુરત અને રાજકોટ પોલીસને પણ સોંપવામાં આવનાર છે.