ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે GTU સ્કીલમાં કેટલાક કોર્ષ ચાલી રહ્યા છે. આ તમામ કોર્સ સ્કિલ બેઝ્ડ કોર્ષ છે, જે મોટાભાગના ડિપ્લોમા કોર્સીસ છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને થીયરી કરતા પ્રેક્ટીકલ વધારે કરાવવામાં આવે છે. ખાસ ટોયોટા કંપની દ્વારા ઓટો મોબાઇ
.
GTU સ્કિલમાં અનેક નાના-મોટા કોર્સીસ ભણાવવામાં આવે છે NEP હેઠળ અભ્યાસક્રમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં હવે વિદ્યાર્થીઓ માટે સ્કિલ બેઝ્ડ કોર્સ પણ કરાવવામાં આવે છે. GTUમાં ચાલી રહેલા GTU સ્કિલમાં અનેક નાના-મોટા કોર્સીસ ભણાવવામાં આવે છે, આ તમામ કોર્સ સ્કિલ આધારિત જ છે. કેટલાક સમયથી GTU સ્કીલમાં ટોયોટા કંપની દ્વારા ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાને રાખીને ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલ એન્ડ ટેકનોલોજીનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને થીયરી અને પ્રેક્ટિકલનો અભ્યાસ કરાવવામાં આવે છે.
દર મહિને વિદ્યાર્થીઓને 10થી 12 હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને 30% જ થીયરી અને 70% પ્રેક્ટિકલનો અભ્યાસ કરાવવામાં આવે છે .કંપનીની લેબ અને સાઇટ પર જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રેક્ટીકલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ મશીન પર જાતે કામ કરીને અભ્યાસ કરતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ભણ્યા ત્યારે જ કમાય તે રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. દર મહિને વિદ્યાર્થીઓને 10થી 12 હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એક વખત વિદ્યાર્થી પ્રવેશ મેળવે ત્યારથી લઈને અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીની તમામ ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે.
30-30ની બેચમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે હાલમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરી મળશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન હોય છે. જ્યારે સ્કીલ બેઝ્ડ કોર્સમાં વિદ્યાર્થીને કંપની દ્વારા નોકરી આપવાની પણ ગેરંટી આપવામાં આવે છે. જેને લઈને કંપની દ્વારા જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે કંપનીની જરૂરિયાત હોય તે જ અભ્યાસ કરાવવામાં આવે છે. ધોરણ-10 બાદના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટાભાગે આ કોર્સમાં જોડાયા છે. અત્યારે 30-30ની બેચમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
અનેક કંપનીઓ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં જોડાઈ માત્ર ટોયોટા જ નહીં પરંતુ, જાપાનીઝ ગ્રુપની અનેક કંપનીઓ જોડાઈ છે. જેમાં ટોયોટાએ લીડ લીધી છે. ઓટો મોબાઇલના એસેસરીઝ બનાવતી કંપની પણ આ કોર્સમાં છે. જેથી, વિદ્યાર્થીઓને અલગ વિકલ્પ પણ મળી રહે છે. મહેસાણા ખાતે આવેલા GTUના જીપેરીમાં પણ એક કંપની દ્વારા બોલ્ટ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બોલ્ટનો પ્લાન્ટ જિપેરી અંદર જ શરૂ કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં વિશ્વનો સૌથી મોટો બોલ્ટ બનાવતો પ્લાન્ટ હશે. ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ત્યાં જ જોબ આપવામાં આવશે.
આ પ્રકારના કોર્સમાં કોઈ સીટ નથી GTUના રજીસ્ટર કે.એન ખેરે જણાવ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલિસી મુજબ સ્કિલ ડેવલોપમેન્ટ વધારવાનો પ્રયાસ છે. જેના ભાગરૂપે GTUમાં GTU સ્કીલ હેઠળ આ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. આ પ્રકારના કોર્સમાં કોઈ સીટ નથી પરંતુ, અલગ-અલગ બેચમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. કંપની દ્વારા જ વિદ્યાર્થીઓને શરૂઆતથી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને નોકરી પણ અભ્યાસ બાદ આપવામાં આવે છે. આ કોર્સ ભણાવવા માટે જે ફેકલ્ટીની જરૂર હોય તે ફેકલ્ટી ને પણ કંપની દ્વારા પોતાના પ્લાન્ટમાં તાલીમ આપવામાં આવે છે, જેથી તે વિદ્યાર્થીને સરળતાથી ભણાવી શકે.