વનબંધુ પરિષદ, બરોડા ચેપ્ટર દ્વારા તા. 1 અને 2જી ડિસેમ્બરના રોજ “એકલ અભિયાન રમતોત્સવ 2024”નું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહોત્સવમા 350 ઉપરાંત ખેલાડીઓ ભાગ લેશે. આજે મશાલ રેલી કાઢવામાં આવી હતી.
.
આ અંગેની માહિતી આપતા વનબંધુ પરિષદ ચેપ્ટરના સ્થાપક ત્રિભુવનદાસ કાબરાએ જણાવ્યું હતું કે, ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી (FTS) ની સ્થાપના 15 જાન્યુઆરી 1989ના રોજ ધનબાદ જિલ્લાના ગુમલા તાલુકામાં 60 એકલ શાળાઓ સાથે કરવામાં આવી હતી. તેના પ્રણેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઉ રાવ દેવરસ અને ધનબાદના મદનબાબુ અગ્રવાલ હતા. આ પછી તત્કાલીન પ્રમુખ પી.ડી. ચિતલંગિયાજીએ શહેરી સમાજના સભ્યોને જોડવાનું કાર્ય શરૂ કર્યું, ત્યાર બાદ રામેશ્વરલાલજી કાબરાએ પ્રકરણોની શ્રૃંખલાને ઝડપી બનાવી હતી.
છેલ્લા 35 વર્ષમાં એકલ વનબંધુ પરિષદે એકલ અભિયાન ભારતભરના અંતરિયાળ ગ્રામીણ અને જંગલ વિસ્તારોના લગભગ 1 લાખ ગામડાઓમાં પાંચ પાસાવાળા શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, સાંસ્કૃતિક શિક્ષણ, ગ્રામ વિકાસ શિક્ષણ, સ્વાભિમાન શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.
સેક્રેટરી પિયુષ શર્માએ જણાવ્યું હતું કે, એકલ વનબંધુ પરિષદ, બરોડા ચેપ્ટર દ્વારા દૂરના ગ્રામીણ અને જંગલમાં વસતા બાળકોમાં છુપાયેલી રમત પ્રતિભાને ઉજાગર કરવા માટે “એકલ અભિયાન રમતોત્સવ 2024″નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ બાળકોની છુપાયેલી રમત પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક મળે.
ભારત રમશે તો ભારત ખીલશે એવા સૂત્રને બુલંદ કરવા માટે ગામડા, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરીને રમતગમત મહોત્સવનું આયોજન કરીને રાષ્ટ્રીય કક્ષાએ 50, 100, 200, 400માં એથ્લેટિક્સમાં પ્રતિભાશાળી છોકરા-છોકરીઓની પસંદગી કરવામાં આવી છે. અને 600 મીટર દોડ, લાંબી કૂદ અને ઉંચી કૂદ. કુસ્તી અને વેઇટ લિફ્ટિંગ-25, 28, 32, 35, 38, 42 અને 45 કિગ્રા સુધીની હરીફાઇ રાખવામાં આવી છે.