Saptak Annual Festival of Music: અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજ કેમ્પસ ખાતે સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. જે આગામી 1 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં સંગીત ચાહકો સમક્ષ યુવા કલાકાર સહિત 150થી વધુ સંગીત માર્તંડ પોતાની મ્યુઝિકલ પ્રસ્તુતિ કરશે.
સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025
સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતાએ જણાવ્યું હતું કે, 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવની ઉજવણીમાં 43થી વધુ સેશન્સમાં યુવા કલાકાર સહિત 150થી વધુ સંગીત વિદ્વાનો પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. જેમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણની જુગલબંધી જોવા મળશે.
તેમણે જણાવ્યું કે, આ વર્ષે જાણીતા સિતારવાદ વિદુષી મંજુ નંદન મહેતા સહિતના કલાકારો સંગીતની સાધનામાં લોકોને મગ્ન કરશે. આ 13 દિવસના સંગીત ઉત્સવમાં આશરે બે હજારથી વધુ સંગીત પ્રેમ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.