47 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. ચોથા દિવસે ઇંગ્લિશ ટીમે 104 રનનો ટાર્ગેટ માત્ર 12.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને ચેઝ લીધો હતો.
આ સાથે ઇંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઓવરમાં 100થી વધુ રનના ટાર્ગેટને ચેઝ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. અગાઉ આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડે 18.4 ઓવરમાં 109 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ઇંગ્લિશ ટીમ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. આ મેચ જીતીને ઇંગ્લેન્ડે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાયદો કરાવ્યો છે.
હેરી બ્રુક અને બ્રાઈડન કાર્સ ઇંગ્લેન્ડની જીતના હીરો રહ્યા ઇંગ્લેન્ડની જીતના હીરો હતા હેરી બ્રુક અને બ્રાઈડન કાર્સ. કાર્સે મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 19 ઓવર નાંખી અને 64 રન આપીને 4 વિકેટ લીધી. બીજી ઇનિંગમાં તેણે 19.1 ઓવર નાંખી અને 42 રન આપીને 6 વિકેટ લીધી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કર્યો હતો. જ્યારે હેરી બ્રુકે પહેલી ઇનિંગમાં 197 બોલમાં 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
હેરી બ્રુકે પ્રથમ દાવમાં 197 બોલમાં 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
કિવી ટીમ ચોથા દિવસે માત્ર 99 રન બનાવી શકી ચોથા દિવસે કિવી ટીમ પોતાની ઇનિંગ્સમાં માત્ર 99 રન જ ઉમેરી શકી હતી. આ પહેલા ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કિવિઓએ 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવી લીધા હતા. સ્ટમ્પ સુધી ડેરીલ મિચેલ 31 રન અને નાથન સ્મિથ 1 રન સાથે ક્રિઝ પર હતા. કિવીઝે ચોથા દિવસે 155/6 બનાવ્યા હતા અને તેમની ઇનિંગ્સમાં માત્ર 35 રન ઉમેર્યા બાદ સાતમી વિકેટ ગુમાવી હતી. નાથન સ્મિથ 190ના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. આઠમી વિકેટ પણ 2 રન પછી પડી. નવમી વિકેટ 209 અને ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ 254 રનના સ્કોર પર પડી.
ઇંગ્લિશ ટીમે પ્રથમ દાવમાં 499 રન બનાવ્યા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 348 રન અને 254 રન બનાવ્યા હતા. આ રીતે ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં 104 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જેકબ બેથેલ 50 અને જો રૂટ 23 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
જેકબ બેથેલ 50 અને જો રૂટ 23 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઇંગ્લેન્ડની આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાયદો થયો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ માટેની રેસ હાલમાં 5 ટીમ વચ્ચે જંગ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ WTC ફાઈનલ માટે સૌથી મોટા દાવેદાર છે. ઇંગ્લેન્ડના હાથે મળેલી હારને કારણે ન્યૂઝીલેન્ડને રેન્કિંગમાં કોઈ નુકસાન થયું નથી, તે ચોથા નંબરે યથાવત છે, પરંતુ તેનો ટકાવારી પોઈન્ટ પાંચમા નંબરે ઉભેલી શ્રીલંકાના સ્તર પર આવી ગયો છે. બંને પાસે 50-50 ટકા પોઈન્ટ બાકી છે, કિવી ટીમને સીધો ફાઈનલમાં જવા માટે સિરીઝની તમામ મેચ જીતવી હતી, પરંતુ હવે તેમને આગામી બે મેચ જીતીને પણ અન્ય ટીમ પર નિર્ભર રહેવું પડશે.
આનાથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો મળી શકે છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું અને ઓસ્ટ્રેલિયાને પછાડીને સીધા નંબર 2 પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા નંબર પર છે.
મેચ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 499 રનમાં ઓલઆઉટ: દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 4 રનની લીડ લીધી; કેન વિલિયમસને 9 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવી લીધા છે. ડેરીલ મિચેલ 31 અને નાથન સ્મિથ 1 રન બનાવીને અણનમ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…