36 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિદ્ધાર્થ મલ્હોત્રા-વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી સ્ટારર સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું ટ્રેલર આજે એટલે કે 5મી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ વખતે સ્ટાર કાસ્ટ સાથે સિરીઝના ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ફિલ્મમેકર રોહિત શેટ્ટી આ સીરિઝ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
ટ્રેલર લૉન્ચ વખતે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ની સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી હતી
કેવું છે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું ટ્રેલર?
ટ્રેલર મુજબ, સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવે છે. આ ત્રણેય અધિકારીઓ દેશના અલગ-અલગ શહેરોમાં જ્યાં બોમ્બ વિસ્ફોટ થાય છે ત્યાં ફરજ પર છે. એવું લાગે છે કે, તે ત્રણેય આ બોમ્બ ધડાકાનો કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે. ટ્રેલરમાં શિલ્પા અને સિદ્ધાર્થ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય ઉપરાંત શ્વેતા તિવારી, ઈશા તલવાર, શરદ કેલકર જેવા કલાકારો પણ જોવા મળશે. રોહિત શેટ્ટીના ડિરેક્શનને કારણે દર્શકોમાં આ સિરીઝને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
19 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે
આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર આવતા વર્ષે 19 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે. આ પહેલીવાર છે જ્યારે સિદ્ધાર્થ, વિવેક અને શિલ્પા એક પ્રોજેક્ટ પર સાથે કામ કરતા જોવા મળશે.
વાર્તા આતંકવાદી હુમલા સાથે જોડાયેલી છે
આ ટીઝરને જોઈને અનુમાન લગાવી શકાય છે કે, તેની સ્ટોરી બેક ટુ બેક આતંકી હુમલાઓ સાથે જોડાયેલી છે. જ્યાં એક સીનમાં વિવેક હાથમાં ટાઈમ બોમ્બ લઈને વિચારતો જોવા મળે છે. ટીઝરના છેલ્લા સીનમાં સિદ્ધાર્થની સામે એક બાળક ઊભું છે જે આત્મઘાતી બોમ્બર હોઈ શકે છે.
આ જાહેરાત એપ્રિલ, 2022માં કરવામાં આવી હતી
આ ત્રણ ઉપરાંત ઈશા તલવાર, શ્વેતા તિવારી અને શરદ કેલકર જેવા કલાકારો પણ આ સિરીઝમાં જોવા મળશે. રોહિતે એપ્રિલ 2022માં તેની જાહેરાત કરી હતી. તેનું શૂટિંગ મુંબઈ, ગોવા અને ગ્રેટર નોઈડામાં થયું છે.