11 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન નિર્માતાઓએ ફિલ્મનું બીજું ગીત ‘નઝર તેરી તૂફાન…’ રિલીઝ કર્યું છે. લોકો આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કારણ કે સોલફુલ મેલોડી અને બેસ્ટ લિરિક્સછે. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
ગીતમાં શું બતાવવામાં આવ્યું છે?
ગીતની શરૂઆત વિજય સેતુપતિ અને કેટરીના કૈફથી થાય છે. ગીતમાં કાગળની બોટ બનાવતી વખતે તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે. ગીતમાં બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી છે. પરંતુ એક તરફ બંને રોમાન્સ કરતા જોવા મળે છે. બીજી તરફ બંને વચ્ચે સંઘર્ષ પણ જોવા મળ્યો છે. ગીતમાં ફિલ્મના સસ્પેન્સની એક નાની ઝલક પણ જોવા મળે છે. આ ગીતને સંગીત નિર્દેશક પ્રિતમ ચક્રવર્તીએ કમ્પોઝ કર્યું છે. ગીતમાં ગાયક પાપોનએ અવાજ આપ્યો છે.
મેરી ક્રિસમસ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મ હિન્દી અને તમિળ બંને ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરિના અને વિજય ઉપરાંત સંજય કપૂર, વિનય પાઠક, ટીનુ આનંદ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
શ્રીરામ રાઘવનની પહેલી પસંદ સૈફ અલી ખાન હતો, વિજય નહીં
દિગ્દર્શક શ્રીરામ રાઘવને ખુલાસો કર્યો છે કે, તેઓ પહેલા આ ફિલ્મમાં વિજયને બદલે સૈફ અલી ખાનને કાસ્ટ કરવા માગતા હતા. સૈફ આ રોલ માટે સંપૂર્ણપણે તૈયાર હતો. પરંતુ બાદમાં રાઘવને પોતે જ પોતાનો વિચાર બદલી નાખ્યો. બાદમાં તેમણે સૈફની માફી પણ માગી હતી.
વિજય સેતુપતિની પસંદગી કેવી રીતે થઈ?
પોતાની વાતને આગળ વધારતાં ડિરેક્ટરે કહ્યું- ‘હું મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વિજય સેતુપતિને મળ્યો હતો. હું તેમને પહેલી વાર મળ્યો હતો. વિજયની રોમેન્ટિક ફિલ્મ ’96’ પણ આ જ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે મારી સાથે હિન્દીમાં વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મેં તેમને મારી ફિલ્મ માટે પસંદ કર્યા હતા. હું સમજી ગયો કે, વિજય ફિલ્મના આ ખાસ રોલ માટે એકદમ ફિટ છે.’
વિજય સેતુપતિ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ જોવા મળી શક્યો હોત
વિજય સેતુપતિ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી શક્યો હોત. આ માટે જ્યારે તે પહેલીવાર મુંબઈ ગયો હતો ત્યારે તે આમિર ખાનને મળ્યો હતો. આમિરે પોતે ફોન કરીને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન બંનેએ ફિલ્મ વિશે વાત કરી હતી. જોકે, પાછળથી કોઈ કારણસર વિજય આ ફિલ્મનો ભાગ બની શક્યો ન હતો. વિજયે હાલમાં જ ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.’