મુંબઈ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 5 ડિસેમ્બરે સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 80,820ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 24,410ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો છે અને 10માં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38માં ઘટાડો છે અને 12માં તેજી છે. NSE સેક્ટોરલ ઈન્ડેકસમાં, IT સેક્ટર સિવાય તમામ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વિદેશી રોકાણકારોએ ₹1,797.60 કરોડના શેર ખરીદ્યા
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.54% અને કોરિયાનો કોસ્પી 0.31%નો ઘટાડો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.13%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 4 ડિસેમ્બરે ₹1,797.60 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹900.62 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
- 4 ડિસેમ્બરે અમેરિકાનો ડાઓ જોન્સ 0.69% વધીને 45,014 પર બંધ થયો હતો. S&P 500 0.61% વધીને 6,086 પર અને નેસ્ડેક 1.30% વધીને 19,735 પર બંધ થયો છે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 4 ડિસેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 80,956 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 10 પોઈન્ટ વધીને 24,467ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 ઘટ્યા હતા અને 15માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં ઉછાળો હતો. NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં PSU બેન્કિંગ અને રિયલ્ટી 2% કરતા વધુ વધ્યા હતા.
HDFC લાઇફ નિફ્ટીમાં 2.59%ના વધારા સાથે ટોપ ગેઇનર હતો. એરટેલ 2.33%ના ઘટાડા સાથે ટોપ લૂઝર હતો.