સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. શનિવારે આ ડે-નાઈટ ટેસ્ટનો બીજો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે.
જસપ્રીત બુમરાહે સ્ટીવ સ્મિથ (2 રન) અને નાથન મેકસ્વીની (39 રન)ને પેવેલિયન મોકલ્યા હતા. તેણે ઉસ્માન ખ્વાજા (13 રન)ની વિકેટ પણ લીધી હતી.
ભારતીય ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.
લાઈવ અપડેટ્સ
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટીવ સ્મિથ આઉટ, બુમરાહે પેવેલિયન મોકલ્યો
ઓસ્ટ્રેલિયાએ ઇનિંગની 41મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. અહીં સ્ટીવ સ્મિથ 2 રન બનાવીને આઉટ થયો હતો. તે જસપ્રીત બુમરાહની બોલિંગમાં વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો.
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુમરાહે દિવસની પ્રથમ વિકેટ મેળવી, મેકસ્વીની આઉટ
જસપ્રીત બુમરાહે દિવસની પ્રથમ વિકેટ નાથન મેકસ્વીની (39 રન)ને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવી હતી. તેણે ઉસ્માન ખ્વાજા (13 રન)ની વિકેટ પણ લીધી હતી.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
બીજા દિવસની રમત શરૂ, લાબુશેને પ્રથમ બોલ પર 3 રન લીધા
એડિલેડ ટેસ્ટમાં બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. લાબુશેને દિવસના પ્રથમ બોલ પર 3 રન લીધા હતા.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટેડિયમની બહાર ફેન્સનો ઉત્સાહ
43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમ ઓવલ મેદાન પર પહોંચ્યા, ખેલાડીઓની પ્રેક્ટિસ
ભારતીય ટીમ બીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. હાલ ભારતીય ખેલાડીઓ પ્રી-મેચ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયાનો દબદબો
એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. શુક્રવારે ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ટીમ 180 રન જ બનાવી શકી હતી. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા હતા અને ટીમ 94 રનથી પાછળ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…