3 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડની અત્યારસુધીની સૌથી યુવા સાંસદ હાના રહિતી માઇપે-ક્લાર્ક આજે ખૂબ જ ચર્ચામાં છે. કારણ એ છે કે તેણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાન્સ ‘હાકા’ રજૂ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાકા એક યુદ્ધગીત છે, જે પૂરી તાકાત અને ભાવ સાથે રજૂ કરવામાં આવે છે.
ચહેરાના હાવભાવ ડરામણાં
તેણે બધી જ તામરિકી માઓરીને સમર્પિત શક્તિશાળી ભાષણ આપતી વખતે આ પરંપરાગત ‘વોર ક્રાઇ’ રજૂ કર્યું. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના પછી આનું પુનરાવર્તન કર્યું. જે લોકો હાકાને સારી રીતે સમજી શકતા નથી તેઓ તેના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે કે તેણે તેના ભાષણ દ્વારા ગરજી રહી છે. વીડિયોમાં તેના ચહેરાના હાવભાવ ડરામણાં છે. વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે.
આ વીડિયો ગયા મહિને આપેલા તેના ભાષણનો ભાગ છે જે હવે વાઇરલ થયો છે. ઘણા લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વીડિયો થોડા કલાકો પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી એ વાઇરલ થયો છે. અત્યારસુધી, ક્લિપને બહુવિધ પ્લેટફોર્મ પર લાખો વખત જોવામાં આવી છે – અને સંખ્યા હજુ પણ વધી રહી છે. લોકો આના પર ઘણી શાનદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે કે તે તેના ભાષણ દ્વારા ગરજી રહી છે.
‘ગજબનું જુનૂન છે, કાશ… ભાષા સમજમાં આવતી હોત’
એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ જ કારણ છે કે મારી દૃષ્ટિએ આ સૌથી ઈમાનદાર અને લોકપ્રિય સંસદ છે.’ બીજાએ લખ્યું- ‘આ યુવતીની ઊર્જા જુઓ.’ એક વ્યક્તિએ લખ્યું: ‘કાશ… હું સમજી શકું કે તે શું કહી રહી છે, પરંતુ તેનો જુસ્સો અદભુત છે! અને તેની આજુબાજુના દરેક તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.
‘હાકા’ નૃત્ય.
માઓરી સંસ્કૃતિનું ‘હાકા’ નૃત્ય શું છે?
અમે તમને જણાવી દઈએ કે આ ‘હાકા’ નૃત્ય આવનારી જનજાતિઓનું સ્વાગત કરવાની આ એક પરંપરાગત રીત છે, પરંતુ તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. એ માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પણ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે.
કોણ છે હાના-રવિતી માઇપી-ક્લાર્ક?
NZ હેરાલ્ડના અહેવાલ મુજબ, 21 વર્ષની હાના 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. તે 1853 પછી એઓટેરોઆમાં સૌથી નાની વયની સાંસદ બની છે. તેણે સંસદમાં પોતાની બેઠક સુરક્ષિત કરવા માટે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારી મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવી હતી.