ગુજરાત રાજ્યમાં સુરતની લાજપોર બાદની સૌથી હાઇટેક જેલ રાજકોટ જિલ્લામાં નિર્માણ પામવા જઈ રહી છે. રાજકોટ શહેરથી 13 કિલોમીટર દૂર ન્યારામાં 60 એકર જગ્યામાં અંદાજે રૂ. 100 કરોડનાં ખર્ચે 2 વર્ષમા હાઇટેક જેલ તૈયાર થઈ જશે. જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યની જેલોના વ
.
રાજકોટની આ નવી જેલમાં જેલ ઉદ્યોગ હશે રાજ્યની જેલના વડા ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, રાજકોટની મધ્યસ્થ જેલ હાલ નાની પડી રહી છે. કેદીઓની સંખ્યા સામે કેપેસિટી ખૂબ ઓછી છે ત્યારે અમારા વર્ષોથી પ્રયાસો હતા કે રાજકોટને એક નવી અત્યાધુનિક જેલ મળે. જે બાદ રાજ્ય સરકારે અમને જમીનની ફાળવણી કરી છે. ન્યારામાં 60 એકર જગ્યામાં આધુનિક જેલનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. જ્યાં 4000 કેદીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં પુરુષો ઉપરાંત મહિલા કેદીઓની સાથે અન્ડર ટ્રાયલ તેમજ પાકા કામના કેદીઓ માટેની અલગ જેલ હશે. રાજકોટની આ નવી જેલમાં જેલ ઉદ્યોગ હશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ આધુનિક હશે. કોર્ટોમાં ન્યાયપાલિકા સાથે સંપર્કમાં રહી શકાય તે માટે વિડીયો કોન્ફરન્સ હોલ હશે. આગામી 2 વર્ષમાં નવી અત્યાધુનિક જેલ આકાર પામશે.
ITI સાથે MoU કરી ડાયમંડ અને કાર્પેન્ટર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતની લાજપોર જેલ અત્યાર સુધીની સૌથી પહેલી આધુનિક જેલ ગણવામાં આવે છે જેનું વર્ષ 2017 માં ઉદ્ઘાટન થયું હતું. જોકે હવે રાજકોટની નવી જેલ સુરત જેલ કરતા પણ વધુ આધુનિક હશે. નવી જેલમાં CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા, ફૂલ બોડી સ્કેનર, NLJD (નોન લીનીયર જંક્શન ડિટેક્ટર) અને DSMD ( ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર) સહિતનાં આધુનિક ઉપકરણો રાખવામાં આવશે. આ સાથે જ હાઈ સિક્યુરિટી જેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ખૂંખાર અને માથાભારે કેદીઓને પણ અહીં રાખી શકાશે. આ સાથે જ ઓપન જેલનો કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો છે જેથી જેમનું વર્તન સારું હોય તેઓને ઓપન જેલમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ગૌ શાળા બનાવવાનું આયોજન છે. ITI સાથે MoU કરી ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં ડાયમંડ અને કાર્પેન્ટર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવામા આવશે.
જેલમાં ઓવર ક્રાઉડીંગની સતત સમસ્યા રહેતી હતી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં રાજકોટ ખાતે મધ્યસ્થ જેલ આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના સજા પામેલ બંદીવાનોને રાખવાની જોગવાઇ છે. આ ઉપરાંત અંડર ટ્રાયલ તેમજ અન્ય જિલ્લાઓના પાસા અટકાયતીઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવતા હોય છે. પરીણામે રાજકોટ મધ્યસ્થ જેલની સમાવેશ ક્ષમતા કરતા વધુ બંદીવાનો રહેતા હોવાના કારણે જેલમાં ઓવર ક્રાઉડીંગની સતત સમસ્યા રહેવા પામે છે. આ સમસ્યાને નિવારણ માટે જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા સરકારમાં કરવામાં આવેલ રજુઆતના પગલે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તરફથી મળેલ મંજુરીના આદેશો મળ્યા હતા.
સૌરાષ્ટ્ર ઝોનની અતિ આધુનિક મધ્યસ્થ કક્ષાની જેલ બનાવવામાં આવશે રાજકોટ કલેક્ટરના હુકમથી રાજકોટ ખાતે નવી મધ્યસ્થ જેલ બનાવવા માટે પડધરી તાલુકાના ન્યારા ગામના સર્વે નં-200 પૈકીની હે.24-74-48 ચો.મી. એટ્લે કે 60 એકર જમીન રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષકને ફાળવવામાં આવેલ છે. ફાળવવામાં આવેલ જમીન ખાતે જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ(IPS) તથા શિક્ષણવિદ્દ શ્રીમતિ ડૉ.ઈન્દુ રાવના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે ભુમિપુજન કરવામાં આવેલ હતુ. આ ભૂમિપુજન કાર્યક્રમમાં રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈન (IPS) તેમજ પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર એમ.જી.પાનસુરીયા પણ ઉપસ્થિત રહેલ હતા. પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે ફાળવવામાં આવેલ જમીનમાં સૌરાષ્ટ્ર ઝોનની અતિ આધુનિક મધ્યસ્થ કક્ષાની જેલ બનાવવામાં આવનાર છે.
ભુમિપુજન કાર્યક્રમ ઉપરાંત જેલની વિઝીટ પણ કરી આ મધ્યસ્થ જેલમાં બંદીવાનો માટે રહેવા માટે પુરૂષ તથા મહિલા વિભાગ, હાઇસિક્યુરિટી વિભાગ, વોકેશનલ તાલીમ વિભાગ, વીડિયો કોન્ફરન્સ વિભાગ, આર્ટ ગેલેરી, જનસેવા કેન્દ્ર, લીગલ એડ ક્લીનિક, ઓડીટોરીયમ, શૈક્ષણિક તથા લાઇબ્રેરી વિભાગ, મુલાકાતીઓ માટેનો અધત્તન મુલાકાત રૂમ, વિડીયો મુલાકાત વિભાગ, સરકારી ટેલિફોન બુથની સુવિધા, ઉદ્યોગ વિભાગ, ગૌશાળા, આંગણવાડી, જેલ હોસ્પિટલ વિભાગ, સોસ્યો સાયકો કેર, જેલ ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કેન્દ્ર, બંદીવાનો માટે જેલમાં આઉટડોરની રમતો માટેનુ મેદાન, વગેરે નિર્માણ થનાર છે. આ જેલ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની અતિ આધુનિક જેલ બનવા જઇ રહેલ છે. જેનું નિર્માણ કાર્ય ટુંક સમયમાં પોલીસ આવાસ નિગમ તરફથી હાથ ધરવામાં આવનાર છે. ભુમિપુજન કાર્યક્રમ ઉપરાંત ડૉ.કે.એલ.એન.રાવે ઓ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલની વિઝીટ પણ કરવામાં આવેલ હતી જેમાં તેઓએ જેલના રસોઇ ઘર, જેલ દવાખાના તથા બંદીવાનોના યાર્ડનું નિરીક્ષણ કરેલ હતું અને બંદિવાનોની રજુઆતો સાંભળેલ હતી.
- દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં જેલનું નિર્માણ થશે
- રાજકોટ ઉપરાંત હાલ દેવભૂમિ દ્વારકામાં નવી જેલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગત વર્ષે તેનું ખાત મુહૂર્ત કરવામા આવ્યું હતુ. આ ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, અનંત અને ભાવનગરમાં નવી જેલ નિર્માણ પામશે.
જેલમાં કઈ સુવિધા હશે?
લેજેન્ડ A
- એડમીન ઓફિસ, વીડિયો કોન્ફરન્સ, સ્ટોર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, જનસેવા કેન્દ્ર, લીગલ એઈડ ક્લિનિક, ઓડીટોરિયમ, સ્ટડી એન્ડ લાઈબ્રેરી, કિચન વિથ સ્ટોર, લોન્ડ્રી એન્ડ શોપ, કેન્ટીન, કુકિંગ સ્ટાફ બેરેક, હોસ્પિટલ, ઓપન એર થિયેટર, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ, આંગણવાડી.
લેજેન્ડ B
- ગાર્ડ રૂમ, ડિસ્પ્લે રૂમ, વેલફેર રૂમ, વિઝીટર્સ ઓફિસ, પાસિંગ રૂમ, યુટીલીટી રૂમ, સબ સ્ટેશન, વોચ ટાવર, સિટિંગ કોર્ટ.
લેજેન્ડ C
- રેસીડેન્સીયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે.