અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં રૃપિયાની લેતી દેતી જેવી બાબતે મારા મારી કરવાના કિસ્સા વધી રહ્યા છે, કુબેરનગરમાં દસ વર્ષથી રૃપિયાની લેવડ દેવડ બાબતે તકરાર ચાલતી હતી જેના લઇને ગઇકાલે રાતે પડોશી દંપતિ ઘરમાં ઘૂસીને મહિલા તેના પતિ અને દીકરીને માર માર્યો હતો જ્યારે આરોપીએ મહિલાના કપડાં ફાડીને છેડતી કરી હતી એટલું જ નહી ગુંડા બોલાવીને તારી પત્ની અને દિકીરીઓની છેડતી કરાવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કુબેરનગરમાં રૃપિયાની લેતી દેતીમાં પડોશી દંપતિએ ઘરમાં આવીને પરિવારનો સભ્યો સાથે મારા મારી કરી, સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સરદારનગર વિસ્તારમાં કુબેરનગર ખાતે રહેતી મહિલાએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે દસ વર્ષથી બન્ને પરિવાર વચ્ચે રૃપિયાની લેવડ દેવડનો વ્યવહાર બાબતે તકરાર ચાલતી હતી તેમાંયે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી તકરાર થતી હતી તેવામાં ગઇકાલે રાતે મહિલા પરિવાર સાથે ઘરે હાજર હતી ત્યારે પડોશી પતિ અને પત્ની દરવાજો ખોલીને ઘરમાં ધસી આવ્યા હતા અને મહિલાને ધક્કો મારીને પડોશી મહિલાએ ફરિયાદી મહિલા અને તેની દિકરીને પણ માર માર્યો હતો.
જ્યારે પડોશી શખ્સે મહિલા સાથે મારા મારીને કરીને કપડાં ફાડયા હતા અને પતિને પણ માર માર્યો હતો બીજીતરફ ધમકી આપી હતી કે ગુંડા બોલાવીને તારી પત્ની અને દિકીરીઓની છેડતી કરાવાની ધમકી આપી હતી. જ્યારે ઘરમાં ટીવીને નુકસાન કર્યું હતું. આ ઘટના અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.