મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવેલી કચરા ટોપલીમાં મસમોટું કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માંગ કરાઇ છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા જે ટોપલી વિતરણ કરાઇ છે અને જેનો ભાવ 170 ચૂકાવાયો
.
જોવાની ખૂબી એ છે કે,ટેન્ડરની શરતો- માપદંડ જ જાણીજોઇને એટલા બધા ઉંચા રખાયા છે જેથી ઓછામાં ઓછી એજન્સી જ તેમાં જોડાઇ શકે. સાથે કરેલ કામનો અનુભવ પણ વધારે રખાયો છે જેથી ઓછી એજન્સી જોડાય. જો ટર્ન ઓવર અને અનુભવનો માપદંડ યોગ્ય રીતે રાખ્યો હોત તો અનેક એજન્સીઓ તેમાં ટેન્ડર ભરી શકત જેથી તંદુરસ્ત સ્પર્ધા થતા ભાવ આપોઆપ નીચા આવત.
પરંતુ ચોક્કસ એજન્સીને જ કમાવી આપવા માટેનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે જે ટેન્ડર થયું છે તેની ઝીણવટભરી વિજીલન્સ તપાસની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની માંગ છે. વિશેષમાં કોર્પોરેશન અને નગરપાલિકાને સલંગ્ન શહેરી વિકાસ મંત્રાલય ખાતું મુખ્યમંત્રી પાસે જ હોય છે. ત્યારે આમાં શહેરી વિકાસ મંત્રાલય ખાતું તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી પણ મુખ્યમંત્રીને રજૂઆત કરાશે.