- Gujarati News
- Sports
- Cricket
- Nitish Rana And Ayush Badoni Had Heated Exchange During Quarter Final Of Delhi Vs UP In Syed Mushtaq Ali Trophy
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)નો ઉત્સાહ ક્રિકેટ પ્રેમીઓના માથે છવાઈ રહ્યો છે. ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ ગઈકાલે દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં દિલ્હીની ટીમ 19 રને જીતી હતી. મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી. ખાસ કરીને દિલ્હીના કેપ્ટન આયુષ બદોની અને ઉત્તર પ્રદેશના અનુભવી બેટર નીતિશ રાણા વચ્ચે. એક ક્ષણ એવી પણ આવી જ્યારે બંને ખેલાડીઓ લડવા લાગ્યા. પરંતુ મામલો વધુ વધી શકે છે, તે પહેલાં મેદાન પરના અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પિચ પર જ બંને ખેલાડીઓ વચ્ચેની આ ઉગ્ર દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના દિલ્હીની બેટિંગ દરમિયાન જોવા મળી હતી. વિરોધી ટીમ તરફથી નીતિશ રાણા બોલિંગ કરી રહ્યા હતા. દિલ્હીનો બેટર અને કેપ્ટન આયુષ શોટ માર્યા બાદ રન માટે દોડી રહ્યો હતો. તે જ સમયે રાણા અચાનક તેની તરફ આગળ વધ્યો અને તેની સાથે કંઈક બોલવા લાગ્યો. જે બાદ આયુષે પણ પલટવાર કર્યો હતો. જે પછી બન્ને પ્લેયર્સ ઉગ્ર ચર્ચા પર આવી ગયા. જોકે વધુ કંઈક થાય તેની પહેલાં જ ઓન-ફિલ્ડ અમ્પાયર્સે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.
નીતિશ રાણા અને આયુષ બદોની દિલ્હી માટે સાથે રમ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે નીતિશ રાણા અને આયુષ બદોની દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં સાથે રમ્યા છે. જોકે હાલમાં રાણા યુપી માટે રમી રહ્યો છે. જ્યારે આયુષ બદોની દિલ્હીનો કેપ્ટન છે.
શોટ રમ્યા પછી જ્યારે બદોની નોન-સ્ટ્રાઈક એન્ડ પર પહોંચ્યો, ત્યારે નીતિશ રાણા તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો.
નીતિશની અગાઉ પણ દિલ્હીના જ પ્લેયર સાથે બોલાચાલી થઈ હતી નીતિશ રાણા અગાઉ પણ દિલ્હીના જ ખેલાડી સાથે ઘર્ષણ કરી ચૂક્યો છે. IPL 2023 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના રિતિક શૌકીન સાથે તેની બોલાચાલી થઈ હતી. શૌકીને KKRના કેપ્ટન નીતિશ રાણાને સસ્તામાં આઉટ કરી દીધો હતો. ત્યારબાદ પેવેલિયન પરત ફરતી વખતે બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
IPL 2023 દરમિયાન નીતિશ રાણાની મુંબઈ ઈન્ડિયન્સના રિતિક શૌકીન સાથે બોલાચાલી થઈ હતી
દિલ્હીએ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી મેચના પરિણામની વાત કરીએ તો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યુપીની ટીમ 20 ઓવરમાં માત્ર 174 રન જ બનાવી શકી હતી. પરિણામે દિલ્હીની ટીમે 19 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.