4 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘પુષ્પા 2’માં ફરી એકવાર ‘શ્રીવલ્લી’એ લોકોનું દિલ જીતી લીધું છે. રશ્મિકાની આ ફિલ્મે દેશ-વિદેશમાં કમાણીના મામલે ધૂમ મચાવી છે. પરંતુ ‘પુષ્પા 2’ની અપાર સફળતા પછી પણ રશ્મિકા મંદન્ના તેની આગામી ફિલ્મને લઈને સૌથી વધુ ઉત્સાહિત છે, જેમાં તે મેગાસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેણે હવે આ મામલે ખુલીને વાત કરી હતી.
રશ્મિકા મંદન્નાએ ફિલ્મ ‘સિકંદર’ વિશે કરી વાત રશ્મિકા મંદન્ના નિર્દેશક સુકુમારની ‘પુષ્પા 2’ને લઈ ચર્ચામાં છે. તેના પાત્ર અને અદભૂત એક્ટિંગએ લોકોને દિવાના કર્યા છે. બીજી તરફ ‘પુષ્પા 2’એ પણ કમાણીના મામલામાં ઈતિહાસ રચી દીધો છે અને રશ્મિકા તેની ફિલ્મની બમ્પર સફળતાથી ઘણી ખુશ છે. એવામાં રશ્મિકા મંદન્નાએ ઈન્ડિયા ટુડેને આપેલ ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથેની તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ વિશે ચર્ચા કરી છે.
તેણે કહ્યું છે -મારા માટે સલમાન ખાન સાથે કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી એક છે, જો કે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તે ખૂબ જ ડાઉન ટુ અર્થ છે, તેની સાથે કામ કરવાની ખરેખર મજા આવે છે. હું સિકંદરને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે અને હું તેના માટે વધુ રાહ જોઈ શકતી નથી. રશ્મિકા અને સલમાનની આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રશ્મિકાની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ની અપાર સફળતા પછી, રશ્મિકા મંદન્નાની આગામી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે. જેમાં આ ફિલ્મોના નામ સામેલ છે-
- સિકંદર
- ધ ગર્લફ્રેન્ડ
- છાવા
- થામા
- કુબેરા