વડોદરા મહાનગર પાલિકા દ્વાર ગત તારીખ 8/12/24ના રોજ યોજાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEETની SCAN IMAGE તથા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
.
વડોદરા મહાનગરપાલિકામાં તા.8/12/24 (રવિવાર)ના રોજ યોજાયેલી સૈનિક (ફાયરમેન)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની OMR SHEETની SCAN IMAGE વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે તા. 24/12/24 (મંગળવાર) રાત્રે 12 વાગ્યા સુધી સંબંધિત ઉમેદવાર દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
વધુમાં આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવાર તા. 24/12/24 સાંજે (17 કલાક) સુધી વેબસાઇટ પર મુકવામાં આવી નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા/સુચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.127, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-390 001 ખાતે રજુ કરી શકશે. આ મુદત બાદ આવેલ વાંધા/સુચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ વાંધા/સૂચન આપો આપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.