17 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે આજે ગોવામાં એન્થોની થાટિલ સાથે લગ્ન કર્યાં. 15 વર્ષ સુધી ડેટિંગ કર્યા હવે ફાઈનલી કપલ નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યું છે. કીર્તિએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના લગ્નની તસવીરો શેર કરી છે અને પોતાની લાગણીઓ વ્યકત કરી છે.
સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે લગ્નના ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું #ForTheLoveOfNyke।’. આ તસવીરોમાં કીર્તિ સાઉથ બ્રાઈડલ ગેટઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો એન્થોની થાટિલની વાત કરવામાં આવે તો તે બિઝનેસમેન છે. જે દુબઈ અને કોચ્ચિ,કેરળમાં કામ કરે છે. પોતાના હોમટાઉનમાં અનેક રિસોર્ટના માલિક પણ છે. કીર્તિના હોમટાઉનમાં પણ અનેક બિઝનેસ કરે છે અને કરોડોની સંપતિનો માલિક છે. તે સોશિયલ મીડિયામાં એટલો એક્ટિવ નથી.
કીર્તિ સુરેશે લગ્નમંડપમાં થઈ ભાવુક આ તસવીરોમાં કીર્તિ-એન્થોની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એન્થોનીએ કીર્તિના ગળામાં મંગળસૂત્ર બાંધ્યું કે તરત જ કન્યાની આંખોમાં હરખનાં આંસુ આવી ગયા હતા. આ પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.
કીર્તિ અને એન્થોની ડોગ સાથે રમતા પણ જોવા મળે છે.
‘બેબી જ્હોન’માં જોવા મળશે કીર્તિ સુરેશ વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સાઉથની એક્ટ્રેસ કીર્તિ ફિલ્મ ‘બેબી જ્હોન’માં જોવા મળશે. કીર્તિ સુરેશ ઉપરાંત વરુણ ધવન, ઝરા જાયના, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ‘બેબી જ્હોન’ એટલીની 2016ની તમિલ ફિલ્મ ‘થેરી’ની રિમેક છે.