નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
ગડકરીએ કહ્યું કે જ્યારે માનવ વર્તન અને સમાજમાં પરિવર્તન આવશે અને કાયદાનું સન્માન થશે ત્યારે ભારતમાં સ્થિતિ બદલાશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે જ્યારે પણ હું કોઈ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા જાઉં છું અને ત્યાં માર્ગ અકસ્માતો વિશે ચર્ચા થાય છે ત્યારે હું મોઢું છુપાવવાનો પ્રયાસ કરુ છે.
લોકસભામાં માર્ગ અકસ્માતો પર ચર્ચા દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે વિશ્વમાં માર્ગ અકસ્માતોના સંદર્ભમાં આપણો સૌથી ખરાબ રેકોર્ડ છે. સ્વીડને માર્ગ અકસ્માત શૂન્ય પર લાવી દીધા છે, અન્ય ઘણા દેશોએ પણ તેમાં ઘટાડો કર્યો છે.
ગડકરીના મતે, દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને દર વર્ષે આવા અકસ્માતોમાં 1.7 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ સંદર્ભમાં, ગડકરીએ કહ્યું, “આટલા લોકો ન તો લડાઈમાં મરે છે, ન તો કોવિડમાં મરે છે અને ન તો રમખાણમાં નથી મરે છે.” હું જ્યારે વર્લ્ડ કોન્ફરન્સમાં જાઉં છું ત્યારે હું મારું મોઢું છુપાવું છું.
હું ખૂબ જ પારદર્શક છું તેથી જ હું કહી રહ્યો છું કે જ્યારે મેં માર્ગ પરિવહન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો ત્યારે મેં 2024 સુધીમાં માર્ગ અકસ્માતો અને તેના કારણે થતા મૃત્યુને 50% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.
અકસ્માતો ઘટાડવા વિશે તો ભૂલી જાઓ. મને સ્વીકારવામાં કોઈ શરમ નથી આવતી કે આમાં વધારો થયો છે. તેથી જ જ્યારે કોઈપણ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં માર્ગ અકસ્માતની ચર્ચા થાય છે ત્યારે હું મારું મોઢું છુપાવવાનો પ્રયાસ કરું છું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ અકસ્માતો પરના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ગડકરીએ કહ્યું- મને અકસ્માતોનો અનુભવ છે
પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નનો જવાબ આપતા નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં પરિસ્થિતિ ત્યારે બદલાશે જ્યારે માનવ વર્તન અને સમાજમાં પરિવર્તન આવશે અને કાયદાનું સન્માન થશે. પોતાનો અંગત અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા મને અને મારા પરિવારને એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, ‘ભગવાનની કૃપાથી હું અને મારો પરિવાર બચી ગયો. મને અકસ્માતોનો અંગત અનુભવ છે.
રોડ પર ટ્રક પાર્કિંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે
ગડકરીએ જણાવ્યું હતું કે રસ્તાઓ પર ટ્રકોનું પાર્કિંગ અકસ્માતોનું મોટું કારણ છે, અને ઘણી ટ્રકો લેન શિસ્તનું પાલન કરતી નથી. ગડકરીએ કહ્યું કે તેમણે ભારતમાં બસના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે બસની બારી પાસે હથોડો હોવો જોઈએ, જેથી અકસ્માતના કિસ્સામાં બારીને સરળતાથી તોડી શકાય.
દેશમાં માર્ગ અકસ્માતોના આંકડા
1.78 લાખ: દર વર્ષે રોડ અકસ્માતમાં મોત થાય છે
60% પીડિતો: 18 થી 34 વર્ષની ઉંમરના હોય છે
માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુના મામલામાં રાજ્યોમાં યુપી સૌથી આગળ છે
ઉત્તર પ્રદેશ: 23,000
તમિલનાડુ: 18,000
મહારાષ્ટ્ર: 15,000
મધ્ય પ્રદેશ: 13,000
શહેરોમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં દિલ્હી ટોપ પર છે
દિલ્હી: 1,400
બેંગલુરુ: 915
જયપુર: 850