3 કલાક પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીએ ફિલ્મ ‘રામાયણ’ માટે માંસાહારી ખાવાનું છોડી દીધો છે. દરમિયાન, એક્ટ્રેસ આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે અને તેમને નકારી કાઢ્યા છે. એટલું જ નહીં એમ પણ કહ્યું કે આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સાઈ પલ્લવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખીને આ બાબતે ટીકા પણ કરી છે. તેણે લખ્યું, જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર કોઈ ખોટા સમાચાર જોઉં છું, ત્યારે હું મોટે ભાગે તેને નજરઅંદાજ કરવાનો અને ચૂપ રહેવાનો પ્રયત્ન કરું છું. પરંતુ લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું પણ કેટલાક ખોટા સમાચારો પર મારી પ્રતિક્રિયા આપું, કારણ કે જુઠ્ઠાણું સતત ફેલાય છે અને તે અટકતું નથી. સૌથી મોટી વાત એ છે કે મારી ફિલ્મોની રિલીઝ, જાહેરાતો અથવા મારી કારકિર્દીની યાદગાર ક્ષણોને લઈને આવું બનતું હોય છે. માટે જો હવે હું કોઈપણ ફેમસ પેજ અથવા મીડિયાને આવું કરતાં જોઈશ, તો મારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.
જાણો શું છે સમગ્ર મામલો? એક તમિલ દૈનિકે તેના સમાચારમાં કહ્યું હતું કે સાઈ પલ્લવી ફિલ્મ ‘રામાયણ’માં માતા સીતાનું પાત્ર ભજવી રહી છે અને આ કારણે તેણે માંસાહારી ખાવાનું છોડી દીધું છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ જ્યારે પણ મુસાફરી કરે છે ત્યારે તે માત્ર શાકાહારી ખાવાનું જ પસંદ કરે છે.
હું શાકાહારી જ છું- સાઈ પલ્લવી સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે- હું કાયમ માટે શાકાહારી જ ખાવ છું. જ્યારે કોઈ પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે તે સહન કરી શકતા નથી. તે કોઈને દુઃખી કરી શકતી નથી.
રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે અને પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. જ્યારે સુપરસ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ 2026માં દિવાળીના અવસર પર રિલીઝ થશે અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે. આ સિવાય ટીવી એક્ટર રવિ દુબે પણ ફિલ્મમાં લક્ષ્મણના રોલમાં જોવા મળશે.