39 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર ગુરુવારે ‘હાઉસફુલ 5’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ પર કોઈ વસ્તુ ઉછળીને આંખમાં વાગી હતી. એહવાલ અનુસાર, આંખમાં ઈજા થતાં તરત જ એક આઈ સ્પેશિયાલિસ્ટ ફિલ્મના સેટ આવ્યા હતા. અક્ષયની આંખ તપાસ્યા બાદ ડોક્ટરે તેના પર પાટો બાંધ્યો હતો. તેણે અક્ષયને શૂટિંગ ન કરવાની અને આરામ કરવાની સલાહ આપી છે. જોકે, એનર્જીટિક અક્ષય કુમાર આંખમાં વાગ્યું હોવા છતાં થોડી જ વારમાં ફરીથી શૂટિંગ કરવા તૈયાર થયો હતો.
માર્ચ 2023 માં, ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના શૂટિંગ દરમિયાન, અક્ષય સ્કોટલેન્ડમાં એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થયો હતો.
હાઉસફુલના સેટ પર અક્ષયને ઈજા થઈ હતી
ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે. અક્ષયની ઈજાને કારણે ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટના બનતાં સેટ પર ઉપસ્થિત તમામ લોકોને શૂટિંગ આજના દિવસ પૂરતુ બંધ રહેવાનો અંદાજ હતો. પરંતુ અક્ષય ઝડપથી સારવાર લઈ ફરી પાછો સીન ભજવવા તૈયાર થયો હતો.
આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે અક્ષય કુમારની સાથે, ‘હાઉસફુલ 5’માં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ફરદીન ખાન સહિતના ઘણા કલાકારો સામેલ છે. તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ 6 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હાઉસફુલ અક્ષયની સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક પ્રથમ અને બીજા ભાગનું ડિરેક્શન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજા ભાગનું ડિરેક્શન સાજિદ-ફરહાદે સંયુક્ત રીતે કર્યું હતું. જ્યારે ચોથો ભાગ ફરહાદ સામજીએ જ ડિરેક્ટ કર્યો હતો.
- હાઉસફુલના પહેલા ભાગમાં અક્ષય અને રિતેશની સાથે અર્જુન રામપાલ, લારા દત્તા, દીપિકા પાદુકોણ, જિયા ખાન, બોમન ઈરાની અને ચંકી પાંડે મહત્વની ભૂમિકામાં હતા.
- હાઉસફુલ 2 2012માં રિલીઝ થઈ હતી. આમાં અક્ષય કુમાર, રિતેશ, ચંકી પાંડે, અસિન, જેકલીન ફર્નાન્ડીઝ, જોન અબ્રાહમ, દિવંગત અભિનેતા ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
- હાઉસફુલ 3 (2016) એ અક્ષય, રિતેશ, અભિષેક બચ્ચન સાથે જેકલીન, નરગીસ ફખરી અને લિસા હેડન સાથે અભિનય કર્યો હતો.
- હાઉસફુલ 4 (2019) માં અક્ષય, રિતેશ ઉપરાંત બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદાનો સમાવેશ થાય છે.