નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેપિટલ માર્કેટ નિયામક સેબીએ અલ્ગોરિધમિક ટ્રેડિંગ (અલ્ગો ટ્રેડિંગ)માં રિટેલ રોકાણકારોની ભાગીદારી માટેનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ઝડપી ઓર્ડર પ્લેસમેન્ટની સુવિધા પૂરી પાડે છે તેમજ તેનાથી લિક્વિડિટી પણ સુધરે છે. જો આ પ્રસ્તાવનું અમલીકરણ કરવામાં આવશે તો અલ્ગોનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરવા માંગતા રિટેલ રોકાણકારોને ફાયદો થશે.
માર્કેટની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવાના પ્રયાસના ભાગરૂપે સેબીએ ડાયરેક્ટ માર્કેટ એક્સેસ મારફતે અલ્ગો ટ્રેડિંગની રજૂઆત કરી હતી, જેનાથી ઝડપી ઓર્ડર પ્લેસમેન્ટ, લેવડદેવડ ખર્ચમાં ઘટાડો, વધુ પારદર્શિતા, સારી ઓડિટ ટ્રાયલ તેમજ લિક્વિડિટીમાં સુધારો શક્ય બન્યો હતો. જો કે, આ સુવિધાની પહોંચ માત્ર સંસ્થાકીય રોકાણકારો સુધી જ મર્યાદિત છે.
સેબીએ તેના કન્સલ્ટેશન પેપરમાં અત્યારના નિયમનકારી માળખાને વિસ્તૃત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં અલ્ગો ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીનો પ્રસ્તાવ સામેલ હતો. ટ્રેડિંગ ઇકોસિસ્ટમ મુખ્ય ભાગીદારો – રોકાણકારો, સ્ટોક બ્રોકર્સ, અલ્ગો પ્રદાતાઓ/વિક્રેતાઓ અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સના અધિકારો-જવાબદારીઓને જોડવાની દરખાસ્ત કરી હતી – રિટેલ રોકાણકારો અલ્ગો સુવિધાઓ મેળવી શકે. પ્રત્યેક અલ્ગો માટે સ્ટોક એક્સચેન્જ પાસેથી પરવાનગી મેળવ્યા બાદ સ્ટોક બ્રોકર દ્વારા અલ્ગો ટ્રેડિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.
સેબીએ અનલિસ્ટેડ ISINના લિસ્ટિંગ માટે ઇસ્યૂઅર્સને છૂટ માર્કેટ નિયામક સેબીએ 31 ડિસેમ્બર, 2023 સુધીમાં બાકી રહેલા તેમના અનલિસ્ટેડ ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝ આઇન્ડટિફિકેશન નંબર્સને લિસ્ટેડ સ્પેસમાં લાવવા માંગતા ઇસ્યૂઅર્સને છૂટછાટ આપી છે. નવા ફ્રેમવર્ક હેઠળ, ISINsને જ્યારે લિસ્ટેડમાં કન્વર્ટ કરવામાં આવશે, ત્યારે તેને મહત્તમ ISIN મર્યાદામાંથી બાકાત કરવામાં આવશે.