હરારે1 કલાક પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાને બીજી T20માં ઝિમ્બાબ્વેને 50 રનથી હરાવ્યું હતું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં શુક્રવારે અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં હોમ ટીમ 103 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચ 4 વિકેટે જીતી લીધી હતી. હવે બીજી મેચના પરિણામ બાદ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી T20 શનિવારે હરારેમાં સાંજે 5 વાગ્યાથી રમાશે.
રસૂલીએ ફિફ્ટી ફટકારી ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ 11 રન, સેદીકુલ્લાહ અટલ 18 અને ઝુબેદ અકબરી 1 રન બનાવીને આઉટ થયા હતા. અહીંથી દરવિશ રસૂલી અને અઝમતુલ્લા ઓમરઝાઈએ દાવ સંભાળ્યો હતો.
રસૂલી અને ઓમરઝાઈએ 50+ રનની ભાગીદારી કરી, બંને ટીમના સ્કોર 86 રન સુધી લઈ ગયા. અહીં ઓમરઝાઈ 28 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી મોહમ્મદ નબી પણ માત્ર 4 રન બનાવી શક્યો હતો. રસૂલી 58 રન બનાવીને આઉટ થયો હતો અને ટીમને 150ની નજીક લઈ ગયો હતો.
દરવીશ રસૂલીએ 58 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.
બર્લે 2 વિકેટ લીધી અંતે ગુલબદ્દીન નઇબે 26 રન બનાવ્યા અને સ્કોર 153 રન પર પહોંચ્યો. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લ અને ટ્રેવર ગ્વાન્ડુએ 2-2 વિકેટ લીધી હતી. બ્લેસિંગ મુઝરાબાનીને 1 વિકેટ મળી હતી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો.
રઝા-બેનેટ સિવાય ઝિમ્બાબ્વે તરફથી કોઈ રમ્યું ન હતું 154 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે 57 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. બ્રાયન બેનેટે 26 બોલમાં 27 રન બનાવ્યા હતા, પરંતુ બાકીના બેટર્સ 10થી વધુ રન બનાવી શક્યા ન હતા. કેપ્ટન સિકંદર રઝાએ 30 બોલમાં 35 રન બનાવ્યા, પરંતુ તે એક છેડે એકલો પડી ગયો.
રઝા 17મી ઓવરમાં આઉટ થતાં ટીમ 18મી ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. તાશિંગા મુસેકિવાએ 13 રન બનાવ્યા, બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા નહીં. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને નવીન ઉલ હકે 3-3 વિકેટ લીધી હતી. મુજીબ ઉર રહેમાનને 2 વિકેટ મળી, તો ઓમરઝાઈ અને ફરીદ મલિકને 1-1 સફળતા મળી હતી.
અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 18 ઓવરમાં ઓલઆઉટ કરી દીધું.
ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 છેલ્લા બોલ પર જીતી હતી 11 ડિસેમ્બરે હરારેમાં બંને ટીમ વચ્ચે પ્રથમ T20 રમાઈ હતી. અફઘાનિસ્તાને પહેલી બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ 20મી ઓવરમાં 11 રન બનાવીને 4 વિકેટે જીત મેળવી હતી.