- Gujarati News
- Business
- Reduce Dependency On Children During Retirement, Achieve Financial Freedom By Investing In Financial Assets Early
મુંબઇ1 કલાક પેહલા
- કૉપી લિંક
- જોખમ-રિટર્ન વચ્ચે સંતુલન માટે ઇક્વિટી, ડેટ મ્યુ. ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સને પસંદ કરી શકાય
ભારતમાં, લાંબા સમયથી સમાજની રચના એ ખ્યાલ પર આધારિત છે કે માતા-પિતા વૃદ્ધ થયા બાદ તેમના સંતાનો તેમની સંભાળ લેશે. આ સાંસ્કૃતિક ધોરણ લાંબા સમયથી ચાલતી પ્રથા છે દેશની સામાજિક-સાંસ્કૃતિ પ્રથાઓમાં સાબિત થાય છે, જ્યાં માતા-પિતા તેમની નિવૃત્તિના સમયે સંતાનો તેમની સંભાળ લેશે એ ખ્યાલમાં બાળકોના ઉછેરમાં પોતાનું સર્વસ્વ ખર્ચી નાંખે છે. જો કે, બદલાતો સમય, ઉચ્ચ ફુગાવો અને વિકસતી સામાજિક ગતિશીલતા આ વર્ષો જૂની પ્રથાને પડકારી રહી છે. તેથી હવે નિવૃત્તિ દરમિયાન સલામતી માટે માત્ર સંતાનો પર આધાર રાખવો યોગ્ય નથી અને એટલે જ વહેલી ઉંમરે જ રિટાયરમેન્ટ પ્લાનિંગનું બિડું ઝડપવું મહત્વપૂર્ણ બને છે તેવું બંધન AMCના સેલ્સ-માર્કેટિંગ હેડ ગૌરવ પરિજાએ જણાવ્યું હતું.
દેશમાં હવે વિભક્ત કુટુંબો નવું ધોરણ બની રહ્યા છે, જે વર્ષોથી ચાલી આવતી સંયુક્ત પરિવારની પરંપરાને પણ બદલી રહ્યાં છે જ્યાં અનેક પેઢીઓ એક સાથે રહેતી હતી. આ પરિવર્તન વધતા શહેરીકરણ અને યુવા પેઢીની સતત બદલાતી આકાંક્ષાઓને કારણે છે. એટલે જ, હવે બાળકો તેમના માતા-પિતા વૃદ્ધ થાય ત્યારે તેમનો ખ્યાલ રાખશે તે હવે લગભગ અશક્ય લાગી રહ્યું છે. તદુપરાંત, યુવા પેઢી પર નાણાકીય દબાણ સતત વધી રહ્યું છે, જેમ કે જીવનનિર્વાહનો ઊંચો ખર્ચ, શૈક્ષણિક ખર્ચ તેમજ તેમના જ ભવિષ્ય માટે બચત કરવા માટેની જરૂરિયાત. આ દરમિયાન, જો બાળકોને તેમના જ માતા-પિતાની આર્થિક જવાબદારી સોંપવામાં આવે તો તેનાથી તેઓ પર તણાવ વધી શકે છે અને સંબંધો પણ વણસે તેવી શક્યતા રહે છે.
આ બદલાતી પારિવારિક ગતિશિલતા પહેલાથી જ રિટાયરમેન્ટ પ્લાનિંગની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂકે છે. બાળકો પર નિર્ભર રહેવાને બદલે વ્યક્તિએ નિવૃત્તિ બાદ પણ નાણાકીય સલામતીને સુનિશ્ચિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા પ્રોફેશનલ એસેટ મેનેજમેન્ટ સર્વિસ જેવા વૈવિધ્યસભર રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવા અંગે રિસર્ચ કરવું જોઇએ. શરૂઆતથી જ બચત કરવાથી નિવૃત્તિ માટે એક મહત્વપૂર્ણ રકમ ભેગી કરી શકાય છે, જે વૃદ્ધાવસ્થામાં આર્થિક આઝાદી પૂરી પાડે છે.
બાળકો પર નિર્ભર રહેવાને બદલે જાતે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો લોકોએ એ સમજવાની જરૂર છે કે નિવૃત્તિ બાદ તેમના બાળકો પર નિર્ભર રહેવું એ યોગ્ય નથી. અર્થ એ નથી કે તેઓ માતા-પિતાને ઓછો પ્રેમ કરે છે, પરંતુ એ વાસ્તવિકતાને સ્વીકારવાની વાત છે કે બાળકો માટે તેમના માતા-પિતાના નિવૃત્તિ બાદ ખ્યાલ રાખવા માટે પૂરતા પૈસા નથી અથવા તેઓ અન્ય પ્રાથમિકતાઓ અને સપના પણ ધરાવે છે જે તેઓ પૂરા કરવા માંગે છે. નિવૃત્તિ માટે મજબૂત ભંડોળ ઉભું કરવા માટે કેટલીક ફાઇ. એસેટ્સમાં રોકાણ તેમજ નિષ્ણાંત એસેટ મેનેજમેન્ટ સર્વિસ લેવાથી લોકો નિવૃત્તિ બાદ સલામત આર્થિક જીવન સુનિશ્ચિત કરી શકે છે.